તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમલગ્નથી રોષે ભરાયેલાં સંબંધીઓનો મારક હથિયારોથી હુમલો : ત્રણને ઈજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યમુના મીલ રોડ વુડાના મકાનમાં પ્રેમલગ્નના મુદ્દે આણંદની યુનિવર્સિટીમાં એમ.એ.નો અભ્યાસ કરતા યુવક પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. ટોળકીએ અન્ય 3 જણને પાઇપના ફટકા મારી એક પર ચાકૂનો ઘા ઝીંકી દીધો હતો. ઇજાગ્રસ્તે હુમલાખોરો સામે ફરિયાદ કરતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ફતેગંજ ઓવેશ એપાર્ટમેન્ટમાં રહેતો અવેશ સલીમભાઇ રાઠોડ આણંદની યુનિવર્સિટીમાં એમ.એ.નો અભ્યાસ કરે છે. ગત 23 ફેબ્રુઆરીએ યમુના મીલ કંપાઉન્ડ વુડાના મકાનમાં રહેતા મિત્ર દિનેશ સરોજની બહેન પ્રિતીના લગ્ન હોવાથી તેને આમંત્રણ આપ્યું હતું. અવેશ તેના માસીના દીકરા ફરહાન સમીર સૈયદ, તેનો ભાઇ ફૈઝાન, તૌકીર અલ્તાફ મલેક રાત્રે ત્યાં ગયા હતાં.

લગ્નમાં તેનો સાળો સોહિલ સલીમ શેખ, તેનો ભાઇ સોએબ, માસી સાસુનો છોકરો આદિલ મુન્ના શેખ, મુન્ના શેખ, , શોકીલ શેખ અને સોએબ શેખ પણ હાજર હતાં. 5 મહિના પહેલા સોકીલ અને સોએબની બહેન અંજુમબાનુ સાથે તેના પરિવારના સભ્યોની સહમતી વગર અવેેશે પ્રેમલગ્ન કર્યા હતાં. તેઓ આડકતરી રીતે જોતા હોવાથી અવેશ તેના મિત્રો સાથે લગ્ન સ્થળની બહાર ઉભો રહી વાતો કરતો હતો.

આ સમયે ચાર જણ મારક હથિયારો સાથે દોડી આવ્યા હતાં. પ્રેમલગ્ન કર્યું તે ગમતું ન હોવાથી ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. અવેશના માસીના દીકરા અને મિત્રોએ સમજાવવાની કોશિશ કરતાં અવેશ,ફરહાન, ફૈઝાન, તૌકીરને પાઇપના ફટકા માર્યા હતાં. છાણી એકતાનગરના સદ્દામ મોગલે ફરહાનની છાતી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. પાંચેય જણાએ પ્રેમલગ્નની અદાવતે હુમલો કરતાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો