• Gujarati News
  • National
  • Vadodara News Anand39s Company Caught Rs 10 Crore Tax Evasion In Search Of It 074038

ITના સર્ચમાં આણંદની કંપનીની રૂા.10 કરોડની કરચોરી પકડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાણાકિય વર્ષ પૂર્ણ થવાને જૂજ સમય બાકી હોવાથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કરચોરો પાસેથી વસૂલાતની કામગીરી સઘન કરવામાં અાવી હતી. અાણંદની મેટલ કંપનીની રૂ. 10 કરોડ અને અાણંદના ફૂડ પ્રોડક્ટના વેપારીની રૂ. 1.25 કરોડની કરચોરી પકડી પાડવામાં અાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે છેલ્લા એક મહિનામાં વડોદરાના રિયાલિટી, પેટ્રોકેમિકલ અને શેર ટ્રેડિંગ સાથે સંકળાયેલી ફર્મ પર સઘન સર્ચ ઓપરેશન કર્યું હતું.

જેમાં કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડવામાં અાવી હોવાનું અનુમાન લગાડાઇ રહ્યું છે. તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપા. દ્વારા અાણંદ સ્થિત મેટલ કંપનીનું રૂ. 10 કરોડ અને અાણંદના ફૂડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા વેપારીને ત્યાંથી રૂ. 1.25 કરોડની કરચોરી પકડી પાડવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...