તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Anam Shield Munira Madarwala Yamin Shield Arun Yadav Placed First In Gujarat Fitness Carnival 074123

ગુજરાત ફિટનેસ કાર્નિવલમાં અનમ ઢાલ, મુનીરા મદારવાલા, યામીન ઢાલ, અરૂણ યાદવ પ્રથમ રહ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

fitness carnival
સિટી રિપોર્ટર . વડોદરા


માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત ફિટનેસ કાર્નિવલનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્યમાંથી 550 સ્પર્ધકોએ રાજ્યકક્ષાની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જે પૈકી ક્રોસ ફીટ ફિટનેસ ગેમ્સમાં મહિલાવિભાગમાં અનમ ઢાલ, મુનીરા મદારવાલાએ ગોલ્ડ મેડલ તેમજ દુશૈયા લીમડીયાવાલાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ પુરુષોની સ્પર્ધામાં યામીન ઢાલ અને અરૂણ યાદવે ગોલ્ડ મેડલ તેમજ હિમાંશું પટેલ, સાહિર શેખ, ફહીમ શેખ, મોહમ્મદ હુશેન, ફૈઝાન સોપારીવાલા, શકીલ કચ્ચીપુલાવે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને નીલ રાજપુત, અમાન ચુડગર, શાહીદ શેખ, કાર્તિક ત્રિવેદી, અલી અઝગર મોતીવાલાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તમામ સ્પર્ધકો વાડી ખાતે આવેલા ઢાલ્સ પ્રો.ફિટનેસ જીમમાં સંચાલક અનીસ ઢાલ પાસે તાલીમ લઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...