તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારનો દરવાજો ખોલવા જતાં અથડાયેલા વૃદ્ધનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગના વૃદ્ધ સ્કૂટર લઇને જતા હતા ત્યારે રસ્તા પર ઊભેલી કારના ચાલકે અચાનક જ દરવાજો ખોલતાં તેની સાથે ધડાકાભેર અથડાયા બાદ વૃદ્ધનું આજે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારેલીબાગમાં રહેતા જયંતીભાઇ બેચરભાઇ પટેલ (ઉવ.69) નિવૃત્ત થયા અગાઉ એલેમ્બિક સ્ટોરમાં ફરજ બજાવતા હતા. 12મી સપ્ટેમ્બરે ઉત્કર્ષ પેટ્રોલ પંપની પાછળ આવેલી સરદાર કુંજ સોસાયટી પાસેથી પસાર થતા હતા. દરમિયાન ત્યાં ઊભેલી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા સ્કૂટર લઇને જતાં જયંતીભાઇ કારના દરવાજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે શકુન હોસ્પિટલમાં લઇ જવાયાં હતા. ગત સાંજે તેઓ સારવાર દરમિયાન મોત થયું હતું. કારેલીબાગ પોલીસના જણાવ્યા મુજબ તેઓ મંદિરેથી દર્શન કરીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યાં હતા. કાર ચાલક બીપીન પટેલ (રહે. જય સંતોષીનગર, કારેલીબાગ)ની અટકાયત પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...