તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમી સાથે મળીને પત્નીએ જ પતિને માર માર્યો,ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના તરસાલી જીઇબી સર્કલ પાસે પસાર થઇ રહેલા ઓટો રિકશા ચાલકને અટકાવીને તેની પત્ની તથા પ્રેમીએ બે ત્રણ લાફા મારી મારી નાંખવાની ધમકી આપી હતી.

મકરપુરા પોલીસમાં નગીન પરમારે પત્નીના પ્રેમી વિજય ઉર્ફે વિજુ નટવર પરમાર અને પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમને સંતાનમાં 25 અને 22 વર્ષના બે બાળકો છે. 3 એપ્રીલે તે રિકશા લઇને તરસાલી ટર્નીંગ પાસેથી જતો હતો ત્યારે વિજયે અને તેની પત્નીએ તેને અટકાવ્યો હતો અને વિજયે તારી પત્ની સાથે હું પ્રેમ સબંધ ધરાવું છું તેમ જણાવી ઝઘડો કરી તેને લાફા મારી ધમકી આપી હતી, જેથી તેને આઘાત લાગતાં તેણે ફિનાઇલ પી લીધું હતું જો કે સારવાર બાદ તે સાજો થઇ જતાં તેણે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...