તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Alcohol Positive In The Viscera Of A Young Man Lying On The Third Floor 080052

ત્રીજા માળેથી પટકાયેલા યુવકના વિસેરામાં આલ્કોહોલ પોઝિટિવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત 23 એપ્રીલ,2017ના રોજ શહેર એસઓજી પોલીસે કલાલી બ્રિજ પાસેના સર્વોદયનગરમાં દારૂની મહેફિલની મળેલી બાતમી બાદ દરોડો પાડતાં પોલીસને જોઇને એક શખ્સ ભાગ્યો હતો અને ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. ઘટના બાદ મૃતકના વિસેરા સુરત એફએસએલમાં મોકલાતા એફએસએલ દ્વારા મૃતકનું મોત માથામાં ગંભીર ઇજા થવાના કારણે થયું હોવાનું અને તે સમયે મૃતક આલ્કોહોલના પ્રભાવ હેઠળ હોવાનું તારણ આપતાં પોલીસે મૃતક સામે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો.

તે સમયે શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સર્વોદયનગરમાં રહેતો સાવધાન ઉર્ફે ઢાકા ફકીર સોનવણેના મકાનમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણે છે, જેથી પોલીસે બપોરના સમયે ત્રીજા માળે આવેલા આ મકાનમાં દરોડો પાડયો હતો. દરોડામાં કેટલાક લોકો જુગાર રમતાં જોવા મળ્યા હતા પણ તે સમયે એક શખ્સ પોલીસને જોઇને મકાનની અંદર દોડી ગયો હતો. તેની તપાસ કરાતા આ શખ્સ ગેલેરીની નીચે બ્લોક નંબર 2 પાસે જમીન પર ઉંધો પડેલો જોવા મળ્યો હતો. તપાસમાં આ શખ્સનું મોત થયું હોવાનું અને તેનું નામ મોતીભાઇ ઉર્ફે મહેશ ધીરુ સોલંકી (રહે, રામનગર ઝુંપડપટ્ટી ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે લાશનું પીએમ કરાવ્યા બાદ વિસેરા મેળવી સુરત એફએસએલમાં મોકલ્યા હતા. એફએસએલ દ્વારા તપાસ બાદ રિપોર્ટ અપાયો હતો કે આ શખ્સનું મોત માથામાં ગંભીર ઇજા થવાના કારણે થયું હતું અને તે વખતે તે આલ્કોહોલના પ્રભાવ હેઠળ હતો. માંજલપુર પોલીસે આ મામલે મૃતક સામે દારૂનો નશો કરી નાસવા જતાં ત્રીજા માળેથી આકસ્મીક રીતે નીચે પડી ગયો હોવાથી પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...