• Gujarati News
  • National
  • Vadodara News Akota39s Developer Arrested For Fraud In Property Fraud Of Rs 158 Crore 074120

1.58 કરોડની મિલકતના છેતરપિંડી કેસમાં અકોટાના ડેવલપરની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણી જકાતનાકા સ્થિત ઉપાસના સોસાયટી ખાતે અમદાવાદની ખાનગી કંપનીના વાઇસ પ્રેસીડન્ટના પ્લોટમાં મિલકત ડેવલપ કરવા માટે રૂા. 1.58 કરોડનો કરાર થયા બાદ શરતોનો ભંગ કર્યો હતો. કરાર રદ થયા બાદ પણ ડેવલોપર કમ બિલ્ડર ગ્રાહકોના પૈસા સ્વીકારી મિલકતોના એલોટમેન્ટ લેટર આપી રિવાઇઝડ એન.એ. તેમજ પાર્કિંગ બાબતે સોગંદનામુ કરી મિલકતોનો કબજો સોંપતા ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરાઇ છે.

અમદાવાદ સેટેલાઇટ સ્થિત પ્રસિદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય વૈકુંઠ પરષોત્તમ મશરૂ ચાંગોદરની હર્ષો એન્જિનીયરીંગમાં વાઇસ પ્રેસીડન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમના પત્નીના નામની ઉપાસના સોસાયટીમાં પ્લોટ આવેલા છે. તેનું કુલમુખત્યાર નામુ ભાઇ અશોક મશરૂના નામે કરેલું હતું. આ મિલકતનો ડેવલોપમેન્ટ કરાર અકોટા રાધાકૃષ્ણ પાર્ક સ્થિત રાધે કોમ્પલેક્ષમાં રહેતા એસ.કેે.એસોસિયેટસના વહીવટકર્તા અને ભાગીદાર અરેશ રમેશ પ્રજાપતિ સાથે રૂા.1.58 કરોડમાં થયો હતો. 9 મહિનામાં આ રૂપિયા ચૂકવવાના હતા.પરંતુ પ્રજાપતિએ રૂપિયા નિયત સમય અવધીમાં નહિ આપતા કરાર રદ થયો હતો. આ સંદર્ભે કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશન ટાઉન પ્લાનીંગ વિભાગે બિલ્ડીંગનું કમ્પલીશન સર્ટિફિકેટ નહિ આપવામાં આવે તેવો પત્ર આપ્યો હતો. દરમિયાન અરેશ પ્રજાપતિએ કરાર મુજબ મિલકતમાં દુકાનો બનાવી હતી. તેનો કબજો માલિક તરીકે જીગર સુથાર અને પ્રણવ સુથારનો માર્ચ 2018માં કબજો સોંપ્યો હતો. તેનું ચેકથી પેમેન્ટ પણ લીધું હતું. બિલ્ડીંગને ગટર અને પાણીના કનેકશન પણ આપેલા નથી. અરેશે અશોકને મારી નાખવાની ફોન પર ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવતા તેની ગત 11 ફેબ્રુઆરીએ ધરપકડ થઇ હતી. અરેશે પણ વૈકુંઠ મશરૂ અને તેમના પત્ની વિરૂદ્ધ છેતરપિંડીની અરજી આપી હતી. તેણે ડેવલોપમેન્ટ કરારોની વિરૂદ્ધમાં જઇ અન્ય દુકાનદારોને પણ ગેરકાયદે કબજો સોંપી દઇ છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...