તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Ahmedabad In All Four Zones In The State There Were Accidents Of Accidents Saturday 080030

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | રાજ્યમાં ચારેય ઝોનમાં દુર્ઘટનાઓના બનાવો બન્યા હતા. શનિવાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | રાજ્યમાં ચારેય ઝોનમાં દુર્ઘટનાઓના બનાવો બન્યા હતા. શનિવાર કાળમુખો બની રહ્યો હતો. જેમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સવારે પાદરાના ગવાસદની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 મજૂરોના મોત થયા હતા. વિસાવદર નજીક લાલપુર પાસે ખાનગી બસને અકસ્માત થતાં ડ્રાઈવર સહિત 6ના મોત નીપજ્યા હતા અને 20 મુસાફરોને ઈજા થઈ હતી. દાહોદના કોળીમોવડી-લીમડી હાઇવે પર ટ્રક, બાઇક અને ટેમ્પો વચ્ચે ટ્રીપલ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકો ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના પાસે ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં એક મુસાફરનું મોત, 10ને ઈજા થઈ હતી. ધોરાજી-જેતપુર હાઇવે પર મંડલીકપુર પાસે સ્વિફ્ટ કારમાં આગ ફાટી નીકળતા કારના ચાલકનું મોત નીપજ્યું હતું.

...અનુસંધાન પાના નં. 13

પાદરા નજીક ગવાસદ ગામમાં અાવેલી અેઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.માં અાજે સવારે અગિયાર વાગે ગેસ બોટલમાં અોક્સિજન અને હાઇડ્રોઝન ભરવામાં અાવી રહ્યો હતો ત્યારે બોટલ ફાટવાના કારણે પ્રચંડ ધડાકો થયો હતો અને અા દુર્ઘટનામાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જ્યારે દસ વ્યક્તિઅોને ઈજા પહોંચી હતી અને જે પૈકી બેનાં સારવાર દરમિયાન વડોદરાના હોસ્પિટલમાં મોત નિપજ્યાં હતાં.

બનાવની વિગત અેવી છે કે, ગવાસદ ખાતે અાવેલી અેઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.માં અોક્સિજન, નાઇટ્રોજન, અાર્ગોન અને હાઇડ્રોજનના બોટલોના રિફિલિંગની કામગીરી થાય છે. અાજે સવારે 11 વાગ્યાની અાસપાસ ગેસ રિફિલિંગની કામગીરી દરમિયાન અેક બોટલ ધડાકા સાથે ફાટ્યાે હતાે અને તેના કારણે ધડાકા સાથે પ્રચંડ અાગ લાગતાં ગણતરીની સેકન્ડમાં જ સ્થળ પર ચાર કર્મચારીઅોનાં મોત નિપજ્યાં હતાં.

ધડાકો અેટલો પ્રચંડ હતો કે, ગવાસદ ગામમાં રહેતા લોકોનાં મકાનો પણ ધ્રૂજ્યાં હતાં અને તેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. ગામલોકો જ્યારે કંપની ખાતે અાવ્યા ત્યારે તેમણે ચાર લોકોની કુરચા થઇ ગયેલી લાશો જોઇ હતી. જેના કારણે હાહાકાર મચી ગયો હતો અને અન્ય દસ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે વડુ ગામની હોસ્પિટલ તેમજ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં અાવ્યા હતા.

પાદરા પી.અાઇ.અે અા બનાવ અંગે કંપનીના માલિક સિદ્ધાર્થ અે.પટેલ, ડાયરેક્ટર શ્વેતાંશુ સિદ્ધાર્થ પટેલ, ડાયરેક્ટર સત્યકુમાર બાલ નાયર, પ્લાન્ટ મેનેજર અાકાશ અગ્રવાલ અને સુપરવાઇઝર રાજુભાઇ રાઠવા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં અારોપીઅોઅે કંપનીમાં સિક્યુરિટીનાં સાધનો ન રાખી, જરૂરી સૂચનાનાં બોર્ડ ન લગાવી વર્કરોને જાનહાનિ થશે તે જાણતા હોવા છતાં સલામતીનાં સાધનો પૂરાં ન પાડી ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવી અોક્સિજન અથવા તો હાઇડ્રોજનના બોટલો પૈકી કોઇ બોટલ ફાટતાં છ વર્કરનાં મોત અને 4ને ઈજા પહોંચાડી હોવાનું જણાવતાં પાદરા પોલીસે અા બનાવ અંગે ગુનો દાખલ કરી અારોપીઅોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો