તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીળા પાણીને ચોખ્ખું કરવા એજન્સીનો સહારો લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પૂર્વ વિસ્તારની 3 લાખ જનતાને મળી રહેલ પીળું પાણી ચોખ્ખું કરવા માટે પાલિકા બે ખાનગી એજન્સીનો સહારો લેશે અને તેનો ડેમો જોયા બાદ કામગીરી સોંપવામાં આવશે.

શહેરની સયાજીપુરા,આજવા રોડ, ગાજરાવાડી, કપૂરાઇ અને નાલંદા પાણીની ટાંકીમાંથી પાણી મેળવતા 3 લાખ નાગરિકોને છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી મળી રહ્યું છે. આજવા જળાશયમાં વનસ્પતિ-વેલા કોહવાઇને પીળા પડતાં પાણી પીળું થાય છે અને તેની સીધી અસર છ ટાંકીને થઇ રહી છે.પીળા રંગનું પાણી આવતાં પૂર્વ વિસ્તારના નાગરિકોમાં રોગચાળાની દહેશત ફેલાઇ ગઇ છે અને બે દિવસ પહેલાં મોરચો વડોદરા મહાનગર પાલિકામાં આવ્યો હતો અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકાના સત્તાધીશોને રજૂઆતો પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...