તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Against Interest Rates Registered Generation Customers Will Be Interviewed 073023

વ્યાજખોરો સામે તવાઈ : રજિસ્ટર્ડ પેઢીના ગ્રાહકોની પુછપરછ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યાજખોરો સામેની ઝૂંબેશમાં નોંધણી થયેલી પેઢીઓ પણ નિયમ મુજબ દોઢ ટકાના સ્થાને 5 થી 10 ટકા વ્યાજ ઉઘરાવતા હોવાની વિગતો મળતાં પોલીસે ઉલટું ગણિત શરૂ કર્યું છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાંથી શહેરમાં નોંધાયેલી ધીરધાર પેઢીઓની પોલીસ વિગતો મેળવી તેમની પાસેથી ગ્રાહકોની યાદી મંગાવશે અને આ ગ્રાહકોની પૂછતાછ કરશે. કોઇ પેઢી નિયમ કરતા વધુ વ્યાજ લેતી હશે તો ગુનો નોંધાશે તેવું પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું છે.

વ્યાજખોરો સામેની ઝુંબેશને શહેરમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાજખોરથી ત્રસ્ત 4 થી 5 લોકો દરરોજ પોલીસ ભવનના ચક્કર કાપી રહ્યા છે. છેલ્લા 2 લોક દરબારમાં પોલીસને એવી પણ અરજી મળી છે કે, નોંધાયેલા ધીરધારો નિયમ મુજબનું દોઢ ટકા વ્યાજ ઉપરાંત વધારાના 5 થી 10 ટકા લઇ રહ્યા છે. જેના કારણે પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતે રજિસ્ટર્ડ પેઢીઓની પણ ચકાસણી શરૂ કરાવી છે.

પોલીસે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાંથી શહેરના નોંધાયેલા ધીરધારોના નામ, સરનામા સહિતની વિગતો મંગાવી છે. આ વિગતો આવી ગયા પછી 21 પોલીસ સ્ટેશન મુજબ વહેંચણી કરી દરેક પેઢીના સંચાલકોને પોલીસ મળશે. તેમણે જેટલા ગ્રાહકોને વ્યાજે રૂપિયા આપ્યા છે તેની વિગતો મેળવશે.

પોલીસ આ ગ્રાહકોને મળી તેમને કેટલા ટકા વ્યાજે રૂપિયા આપ્યા છે, કેટલું વ્યાજ લેવાઇ રહ્યું છે તેવી માહિતી મેળવશે. નાણા ધીરધાર કરનાર નિયમ મુજબના દોઢ ટકાથી વધુ વ્યાજ લેતા હોવાનું જણાશે તેમની સામે ગુનો નોંધવામાં આવશે તેવું પણ પોલીસ કમિશ્નરે જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા વ્યાજખોરો સામે ઝૂંબેશ ઉપાડી છે ત્યારે વ્યાજખોરોમાં હલચલ મચી છે

2 લોકદરબાર પછી 14 ગુના નોંધાયા, એક વ્યાજખોરને પાસા હેઠળ જેલમાં મોકલાયો
પોલીસ કમિશ્નરે ઝોન-3 અને 4ના 10 પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો માટે વ્યાજખોર સામે લોકદરબાર કર્યો હતો. પહેલા લોક દરબારમાં કુલ 33 અરજી આવી હતી જે પૈકી 9 માં ગુનો નોંધાયો હતો. બીજા લોક દરબારમાં 44 લોકોએ વ્યાજખોરો સામે રજૂઆત કરતા 3 ગુના દાખલ કર્યા હતા જ્યારે બીજા કેસોમાં સમાધાન થયું હતું. એક અઠવાડિયામાં વ્યાજખોરો સામે વધુ 2 ફરિયાદ થતાં કુલ 14 ગુના નોંધાયા છે. પોલીસે એક વ્યાજખોર નરેશ ઠક્કરની પાસા હેઠળ અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...