તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News After Two Years Of Work Experience The Rule Of Admission Was Lifted 073622

બે વર્ષની નોકરીના અનુભવ બાદ પ્રવેશ માટેનો નિયમ કાઢી નખાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.માં ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે બે વર્ષની નોકરી અનુભવ નો ક્રાઇટેરીયા કાઢી નાખવામાં આવ્યો છે. ઉપરાંત 40 વર્ષ જૂના નિયમ પ્રમાણે 30 કિમીના વિસ્તારની કંપનીમાં કામ કરતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાનો નિયમમાં પણ ફેરફાર કરીને 70 કિમીનો વિસ્તાર કરાયો છે.

યુનિ.માં ટેકનોલોજી ફેકલ્ટીમાં એન્જિનયરિંગ માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ડિગ્રી ટુ ડિપ્લોમામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓના પ્રવેશનો ક્રાઇટેરીયા બદલાયો છે. બે વર્ષના નોકરીના અનુભવ પછી જ પ્રવેશ મળે તેવા નિયમના પગલે ઘણા વિદ્યાર્થીઓ અન્ય ખાનગી કોલેજો તરફ વળી જતા હતા. પાર્ટ ટાઇમ ડિગ્રી કોર્સના ડે.ડાયરેકટર જે.ડી.રાઠોડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે બે વર્ષના અનુભવનો ક્રાઇટેરીયા કાઢી નાખ્તા ફાયદો થશે. આ ઉપરાંત 40 વર્ષ જૂનો નિયમ હતો કે 30 કિમીના વિસ્તારની કંપનીમાં કામ કરતા વિદ્યાર્થીને પ્રવેશ મળે પંરતુ હવે ટ્રાન્સપોર્ટેશન ફાસ્ટ થઇ ગયું છે જેથી 70 કિમીનો ક્રાઇટેરીયા કરવામાં આવ્યો છે.

ડિપ્લોમા ટુ ડિગ્રી પાર્ટ ટાઇમ કોર્સમાં 150 બેઠકો છે
ડિપ્લોમા ટુ ડિગ્રીના કોર્સમાં 150 બેઠકો છે. જેમાં સીવીલની 45,મેકેનીકલની 60 અને ઇલેકટ્રીકલની 45 બેઠકોનો સમાવેશ થાય છે.70 ટકા બેઠકો એમ.એસ.યુના વિદ્યાર્થીઓ માટે છે જયારે 30 ટકામાં 20 રાજયના અને 10 રાજય બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...