તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News After The Surat And Rajkot A Private Company Set Up A Test Track For Two Wheeler And Four Wheeler In Vadodara 034647

સુરત અને રાજકોટ બાદ હવે વડોદરામાં ખાનગી કંપની દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે ટેસ્ટ ટ્રેક બનાવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા આરટીઓમાં રોજ અંદાજે 150 ફોર વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. જ્યારે 300 ટુ વ્હીલરના ટેસ્ટ લેવાય છે. જે પૈકી અંદાજે 60 ટકા ઉમેદવારો નાપાસ થાય છે. આધુનિક સેન્સરવાળા ટ્રેક પર પ્રેક્ટિસ ન થતી હોવાથી વાહન ચલાવતાં આવડતું હોવા છતાં નિયત સેકન્ડમાં ટેસ્ટ પૂરો નહીં થતાં ઉમેદવારો નાપાસ થાય છે અને વારંવાર ટેસ્ટ આપવા પડે છે. સમય અને પૈસા વેડફાય છે. સુરત અને રાજકોટ બાદ હવે વડોદરામાં ખાનગી કંપની દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે ટેસ્ટ ટ્રેક બનાવાયો છે જે અંદાજે 10 દિવસમાં કાર્યરત થશે. હરણી ગોલ્ડન ચોકડી પાસે બની રહેલા આ ટ્રેક પર આરટીઓમાં લેવાતા ક્લાઇબિંગ, રિવર્સ, ટુ વ્હીલરની તમામ વસ્તુની પ્રેક્ટિસ થશે.

અન્ય સમાચારો પણ છે...