તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News After The Election The First Meeting Of The Bca39s Apex Council Was Found 072654

ચૂંટણી બાદ બીસીએની એપેક્ષ કાઉન્સિલની પ્રથમ બેઠક મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

બીસીએના ચૂંટાયેલા નવા હોદ્દેદારોએ રવિવારે કામગીરી શરૂ કરી હતી.ચૂંટણી બાદ પ્રથમ વખત મળેલી બીસીએ એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં બીસીએના પ્રમુખ પ્રણવ અમીનને બીસીસીઆઇની 23મી ઓકટોબરે યોજાનાર ચૂંટણીમાં મોકલવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે રમાનાર વન-ડે શ્રેણી માટેના ખર્ચ માટે રૂા.1.30 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.

બીસીએની એપેક્ષ કાઉન્સિલની બેઠક મળી ત્યારે ઉપપ્રમુખ શીતલ મહેતાએ બીસીએના પ્રતિનિધિ તરીકે બીસીસીઆઇમાં પ્રમુખને મોકલવા પ્રસ્તાવ મૂક્યો હતો,જેને સેક્રેટરી અજીત લેલેએ ટેકો આપ્યો હતો. બીસીસીઆઇની આગામી ઓકટોબર માસમાં યોજાનાર ચૂંટણીમાં પ્રમુખ ભાગ લેશે. તેની સાથે બંને જૂથો હવે સંપથી કામ કરશે તેવા સંકેત મળ્યા હતા.

પ્રમુખ પ્રણવ અમીને સભ્યોને જણાવ્યું હતું કે ‘ ચૂંટણી ભૂલી હવે આપણે એક સાથે બધાએ બીસીએ અને બરોડાના ક્રિકેટના હિતમાં કામ કરીશ શીતલ મહેતાએ જણાવ્યું હતું કે ‘ 3 સબ કમિટીઓની બેઠક સોમવારે બીસીએ ઓફિસમાં મળશે.

અન્ય સમાચારો પણ છે...