તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News After The Annual Festival The Camera Steal In The Vallabh School 034111

વાર્ષિકોત્સવ બાદ વલ્લભ સ્કૂલમાં કેમેરાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજવા રોડ નવજીવન બસ સ્ટેન્ડ પાસે આવેલી વલ્લભ વિદ્યાલયમાં ગત શુક્રવારે વાર્ષિકોત્સવ બાદ શનિવારે ક્લાર્ક સ્કૂલમાં આવતા ત્રીજા માળના સીસીટીવી કેમેરાની ચોરી થઇ ગઇ હતી. રૂા. 5 હજારના કેમેરાની ચોરીની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજવા રોડ વ્રજભૂમિ સોસાયટી ખાતે રહેતા મનહરકુમાર શિવશંકર રાવલ નવજીવન બસ સ્ટેન્ડ પાસે આવેલી વલ્લભ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત શુક્રવારે તેમની શાળામાં વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રાખ્યો હતો. બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી આયોજિત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ પણ હાજર રહ્યા હતાં. કાર્યક્રમ પૂરો થયા બાદ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળામાંથી પરત ગયા હતાં. શનિવારે સવારે ક્લાર્ક જતીન જાનીએ આવીને જોતા શાળાના ત્રીજા માળની સીડીમાં આવેલો સીસીટીવી કેેમેરો જણાયો ન હતો. આ કેમેરો પ્રોગ્રામ દરમિયાન પણ બંધ હાલતમાં હતો. સીસીટીવી કેમેરાની ચોરી થઇ ગઇ હોવાની જાણ થતાં તેમણે શિક્ષક મનહર રાવલને માહિતગાર કરતા તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં કેમેરાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...