તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News After Hiring A Car To Go To Waghodia He Robbed The Driver Halfway 073648

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘોડિયા જવા કાર ભાડે કર્યા બાદ અડધા રસ્તે ડ્રાઇવરને લૂંટી લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાઘોડિયા રોડના ચિમનલાલ પાર્કમાં રહેતો મુગેશ પ્રણયરતન સોરલ પોતે ડ્રાઇવિંગનો ધંધો કરી પરિવાર સાથે રહે છે. ગઈ કાલે સાંજના મુગેશ પોતાની કાર લઈ વડોદરાના રેલવે સ્ટેશન નં. 6ના પાર્કિંગ પાસે કારમાં બેઠો હતો. ત્યારે એક અજાણ્યો ઈસમ આવી કાર વાઘોડીયા ભાડે લઈ જવાનું નક્કી કરી અને આગળથી બીજા બે વ્યક્તિ પણ આવશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ થોડે દૂર જઈ બીજા બે ઇસમો પણ કારમાં બેસી ગયા હતા. આ ત્રણે ઇસમો વાઘોડિયા ખાતે કારમાં બેસી આવ્યા બાદ કાર ચાલક મુગેશને ગોરજ તરફ જવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આગળ જતાં રસ્તામાં ત્રણે ઇસમોએ જણાવ્યું હતું કે અમારે બાથરૂમ જવું છે, તેમ કહી અંધારામાં ગાડી ઉભી રખાવી હતી.

જેથી ત્રણેય ઈસમો ઉતરી બાથરૂમ જઈને આવ્યા બાદ કારચાલકને ધમકી આપી પાછળ સીટ ઉપર બેસાડી આજુ-બાજુ બે ઇસમો બેસી ગયા હતા. રેલવે સ્ટેશન પર મળેલા ઈસમે ગાડી ચલાવી યુ ટર્ન મારી વાઘોડિયા તરફ આવતા હતા તે વખતે મુગેશને ધમકી આપી. રોકડા 3 હજાર રૂપિયા તેમજ મોબાઈલ ફોન તથા એટીએમ કાર્ડ લઈ લીધા હતા. વાઘોડિયા જય અંબે ચોકડી પાસે આવેલા એસબીઆઈના એટીએમ પાસે ગાડી ઉભી રાખી મુગેશના એટીએમનો પીન નંબર લઈ એક ઈસમ પૈસા ઉપાડવા ગયો હતો. ત્યારે બંધક બનેલા મુગેશે કારમાંથી ઉતરી બચાવો બચાવોની બૂમા બૂમ પાડતાં કારમાં બેઠેલા બે લૂંટારા કાર લઈને ભાગી ગયા હતા. પરંતુ એક લૂંટારો એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો તને ટોળાએ પકડી પાડ્યો હતો. પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ રીઝવાનખાન મહંમદખાન મહીડા રહે. આંકલાવ અંબાલી રોડ તા. જિ. આણંદ તેમ જણાવ્યું હતું. તેમજ કાર લઈને ભાગી જનાર ઉસ્માન માનસીંગ ચૌહાણ રહે. નાપળ તા. જિ. આણંદ અને ઉસ્માનનો મિત્ર હોવાનુઁં ખૂલ્યું હતું.

જય અંબે ચોકડી પાસે ડ્રાઇવેર બૂમાબૂમ કરતાં એક ઝડપાયો

એકે કાર ભાડે કરી બીજા બે શખ્સો રસ્તામાં કારમાં બેઠા

_photocaption_આરોપી રીઝવાન*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો