• Gujarati News
  • National
  • Vadodara News After A 56 Month Sentence The Eight Year Old Fugitive Was Arrested 073608

56 મહિનાની સજા છતાં આઠ વર્ષથી ફરાર ભેજાબાજ પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીને ભરણપોષણ નહિ અાપનાર અાજવા રોડના પતિને ફેમિલી કોર્ટે ૫૬ મહિનાની સજા ફટકારી હતી.ભરણપોષણ ન અાપવું પડે તે માટે છેલ્લાં ૮ વર્ષથી તે અલગ અલગ જગ્યાઅે રહી પોલીસને ગુમરાહ કરનાર ભેજાબાજ સરકારી કામે કુબેરભુવનમાં મોઢે રૂમાલ બાંધીને અાવવાનો છે તેવી બાતમી મળતાં પીસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ગોરવા શિવશક્તિનગરમાં રહેતાં શર્મિલાબહેન સોમાભાઇ વસાવાઅે તાજેતરમાં પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલાૈતને રજૂઅાત કરી હતી કે, અાજવા રોડ અાશાલતા પાર્ક ખાતે રહેતો તેનો પતિ સંજયકુમાર બાબરભાઇ વસાવાને ફેમિલી કોર્ટે ૫૬ મહિનાની સજા ફટકારી છે તેમ છતાં તે પકડાતો નથી. તેનાં માતા-પિતા પોલીસને ગુમરાહ કરે છે. તેનું નોન બેલેબલ વોરંટ પણ ૮ વર્ષથી બજવણી થતું નથી. જેના પગલે પીસીબીની ટીમે છેલ્લા અેક મહિનાથી વોચ ગોઠવી હતી.દરમિયાન પીઅેસઅાઇ અાર.અેચ. સોલંકીને બાતમી મળી હતી કે, સંજય વસાવા કુબેરભુવનમાં સરકારી કામ માટે અાવનાર છે. તેણે મોઢે રૂમાલ બાંધેલો છે . જેના પગલે પીઅેસઅાઇ સહિતની ટીમે પહોંચી જઇ સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો. નિવૃત્ત મામલતદાર પિતાઅે દીકરા સાથે સંબંધ નથી તેવી જાહેરાત કરી સાંઠગાંઠ ચાલુ રાખી હતી.

ભેજાબાજની વિરૂદ્ધ કોર્ટમાંથી ૧૭ નોન બેલેબલ વોરંટ નીકળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...