તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીથી દોલતાબાદ જેવો વહીવટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર| વડોદરા

વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર -6 ખાતે અાવેલી પાર્સલ રૂમ રાતોરાત બંધ કરવામાં અાવી છે. જે હવે ફરી ચાલુ નહીં થાય. જ્યારે અગાઉ પ્લેટફોર્મ નંબર સાત પર અસંખ્ય મુશ્કેલીઅો વચ્ચે કાર્યરત પાર્સલ રૂમ ચાલુ રાખવા માટે કોના વહીવટે અને કયાં પરિબળોઅે નિર્ણય લીધો અે રેલવે સ્ટેશન પર ચર્ચાય છે. રેલવે દ્વારા કર્મચારી અોછા હોવાનું સત્તાવાર કારણ અાગળ ધરી અા બદલાવ કરાયો છે. વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.6 ખાતે અાવેલા પાર્સલ રૂમમાં વરસાદ અને તડકામાં સામાન સાચવવાની મોટી રૂમ અને અધિકારીઅોને બેસવાની વ્યવસ્થા સાે રેમ્પ જેવી સુવિધા હતી. ત્યારબાદ બનેલી પ્લેટફોર્મ -7ની પાર્સલ રૂમમાં માત્ર અેક રૂમ છે. સામાન ખુલ્લો પડી રહે છે. અગાઉ લોડરો દ્વારા અા અંગે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બુલેટ ટ્રેન દ્વારા પ્લેટફોર્મ -6 તોડવાની વાત હતી ત્યારે નવી પાર્સલ રૂમ માટે પર્યાપ્ત જગ્યા ન હોવાનો રાગ રેલવે અાલાપી રહ્યું હતું. હવે 7 દિવસ અગાઉ રાતોરાત કોઇ વહીવટ ગોઠવાતાં દિલ્હીથી દોલતાબાદનો નિર્ણય લેવાયો છે. માલ-સામાન મારફતિયાઅોને ફાયદો કરાવવા 6 નંબર બંધ કરી દેવાયો છે. જેથી હવે લોડરોને દોઢ કિલોમીટર માલ સામાન ખેંચીને જવું પડે છે. અગાઉ 32 માણસો હતા, હવે માત્ર 20 છે તેમ જણાવાય છે.

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પરનો પાર્સલ રૂમ રાતોરાત બંધ કરાયો
રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં. 6 પર આવેલી પાર્સલ ઓફિસ બંધ કરી દેવામાં આવી છે.

પ્લેટફોર્મ નં.7થી રસીદ લઇ માલ સામાન 6 પર લેવા આવવું પડે છે
દિલ્હીથી દોલતાબાદ જેવા ઘાટમાં રેલવે તંત્ર દ્વારા બહારગામથી અાવાતા માલને 6 નંબર પર ઉતારી લેવાય છે. પરંતુ જે માલિક માલ લેવા અાવે તેણે પ્લેટફોર્મ નંબર 7 પર અાવેલી અોફિસથી રસીદ લઇને અાવવું પડે છે.

બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે ત્યારે પ્લેટફોર્મ 6 પર ફરીથી જવું પડશે
બુલેટ ટ્રેન દ્વારા હવે પ્લેટફોર્મ નંબર 6ને બદલે 7 પર સ્ટેશન બનાવવા બદલાવ હાથ ધરાયો છે. ત્યારે ફરી અેક વખત પાર્સલ અોફિસ ખસેડવી પડશે. સૂત્રો મુજબ હજુ કોઇ નિર્ણય થયો નથી. પરંતુ હાલ ખુલ્લામાં માલ પડી રહે છે .

છાયાપુરીમાં ટ્રાન્સફર કરી?
રેલવે દ્વારા તાજેતરમાં છાયાપુરી સ્ટેશન ખાતે 10 કર્મચારીઅો ટ્રાન્સફર કર્યાનું જણાવાયું છે. જ્યારે સ્ટેશન પર હયાત કર્મચારી કેટલાક રજા પર હોવાનું અને બીમાર હોવાનું કારણ રજૂ કરે છે. ઉલ્લેખનીય છે કે, હાલ છાયાપુરી ખાતે માત્ર રોજનું રૂ. 6000નું બુકિંગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો