અદાણી ફાઉન્ડેશનનું 5 કરોડનું દાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમજી મોટર ઇન્ડિયાએ રૂ.2 કરોડ તબીબી સહાય માટે આપ્યા

અમદાવાદ| એમજી મોટર્સનું બે કરોડનું દાન: એમજી મોટર ઇન્ડિયાએ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ કે જે તબિબી સેવાઓ હાલોલ (વડોદરા) ખાતે કે જયાં કારમેકરની સુવિધાઓ સ્થિત છે ત્યાં પૂરી પાડે છે તેમને માટે રૂ. 2 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. રૂ. 1 કરોડનું યોગદાન સીધી કંપની તરફથી આવશે,અને તેના કર્મચારીઓએ પણ બીજા 1 કરોડનુ દાન આપવાનું વચન આપ્યું છે. યોગદાનમાં હાથમોજા, માસ્ક, વેન્ટિલેટર, દવાઓ અને પથારી વગેરેનો સમાવેશ ગુરુગ્રામ અને હાલોલમાં તબીબી સહાય પૂરી પાડતી ચોક્કસ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓની ખાસ જરૂરિયાતને માટે છે.

તાતા ગ્રુપનું કોરોના વાયરસનો સામનો કરવા 1500 કરોડનુ દાન

નવી દિલ્હી| દેશના ટોચના ઉદ્યોગગૃહ તાતા દ્વારા કોરોના વાયરસનો સામનો કરવા માટે રૂ. 1500 કરોડ આપવાની જાહેરાત કરાઇ છે. તાતા ટ્રસ્ટના હેડ રતન તાતાએ જણાવ્યુ છે કે, કોરોના મહામારીનો સામનો કરવા તાતા ગ્રુપ, તાતા સન્સની કંપનીઓ અને તાતા ટ્રસ્ટ સમાજ અને સરકાર સાથે છે. જેનો સામનો કરવા કુલ રૂ. 1500 કરોડ આપવા જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ મેડિકલ કર્મીઓ, સહાયક કર્મીઓ, પીડિતો અને સારવારના ઉપકરણ, તપાસ કિટ ખરીદવા, પીડિતોની સારવાર માટે, કર્મચારીઓને ટ્રેનિંગ આપવા, જાગૃત્તિ ફેલાવવા થશે.

કોર્પોરેટ ન્યૂઝ ઇન બોક્સ

_photocaption_રાજયમાં કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. મુખ્યમંત્રી રાહત નિધિમાં અદાણી ફાઉન્ડેશનના પ્રિતિ અદાણી દ્વારા રૂપિયા 5 કરોડનો ફાળો આપવામાં આવ્યો છે.*photocaption*

લોજિસ્ટિક્સ સેક્ટરની કુલ ક્ષમતા 70 ટકા સુધી ઘટી

અલાહાબાદ બેન્ક, ઈન્ડિયન બેન્કની મર્જર પ્રક્રિયામાં વિલંબ થશે

નવી દિલ્હી| લોકડાઉનની સૌથી માઠી અસર લોજિસ્ટિક્સ સેગમેન્ટને થઈ રહી છે. લોજિકોડ ટેક્ સોલ્યુશન્સ પ્રા.લિ.ના કો-ફાઉન્ડર અંબરીશ કુમારે જણાવ્યુ છે કે, લોકડાઉન આવશ્યક છે. પરંતુ તેનાથી મોટાભાગના વેપારો પડી ભાંગ્યા છે. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન સેક્ટરને માઠી અસર થઈ છે. આંતરાષ્ટ્રીય ઉડાનો બંધ થતાં હવાઈ માર્ગમાંથી સીમા પાર વેપાર પ્રભાવિત થયો છે. માત્ર કાર્ગો વિમાન જ ચાલી રહ્યા છે. લોજિસ્ટિક્સની કુલ ક્ષમતામાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક માલભાડાના દર સામાન્ય કરતાં છથી આઠગણા વધી ગયા છે. તેમાં વધુ વધારો નોંધાવાની શક્યતા છે.

કોલકાતા| ભારતમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે ઈન્ડિયન બેન્ક અને અલાહાબાદ બેન્કની મર્જર પ્રક્રિયામાં વિલંબ થવાની ભીતિ કોલકતા સ્થિત લેન્ડરે સત્તાવાર વ્યક્ત કરી છે. સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ છે કે, મર્જર પ્રક્રિયાના અમલ સાથે 1 એપ્રિલથી સામાન્ય નાણાકીય વ્યવહાર શરૂ થવાના હતા. પરંતુ લોકડાઉનને લીધે મર્જર પ્રક્રિયા પૂર્ણ થવામાં વધુ સમય લાગી શકે છે. પરંતુ કેશ ડિપોઝિટ, ઉપાડ, અને મની ટ્રાન્સફર જેવી સુવિધાઓ 1 એપ્રિલથી શરૂ થઈ જશે. મર્જરનો સ્વેપ રેશિયો અનુસાર, ઈન્ડિયન બેન્કના 115 શેર અલાહાબાદના દર 1000 શેર્સ સાથે એક્સચેન્જ થશે.

પાર્લે બિસ્કીટ્સ દર સપ્તાહે એક કરોડ બિસ્કીટ પેક્સ વિતરણ કરશે

મુંબઇ| પાર્લે બિસ્કીટ્સ પણ લોકડાઉનની રાષ્ટ્રીય કટોકટીના અનિશ્ચિત સમયમાં દર સપ્તાહે એક કરોડ બિસ્કીટ પેકેટ્સનું દાન કરશે તેવું સિનીયર કેટેગરી વડા મયંક શાહે જણાવ્યું હતું. કંપની તેની વિવિધ રાજ્યોમાં ફેલાયેલી વિતરણ ચેનલ્સ મારફત જરૂરિયાતમંદ લોકોને આ પેકેટ્સ પુરાં પાડવા માટે રાજ્ય સરકારો સાથે સહયોગ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...