તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંકરદામાં અજાણ્યા શખ્સોનો ગાય -બળદો પર એસિડ એટેક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર નજીક સાંકરદા ગામમાં કેટલાક અજાણ્યા શખ્સોએ ગાય અને બળદના શરીર ઉપર જલદ જ્વલનશીલ એસિડ નાખી જીવતાં સળગાવી દઇ ગૌહત્યાનો પ્રયાસ કરતાં વિશ્વ હિન્દુ પરિષદ અને જીવદયાના કાર્યકરે ગુનાહિત કાર્ય કરનારા વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે પોલીસમાં અરજી કરી છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને જીવદયાના કાર્યકર વિશાલ બાપૂરાવ મરાઠેએ નંદેસરી પોલીસમાં અરજી આપી હતી કે, તેઓને ગુજરાત રાજ્ય વન વિભાગના કરુણા અભિયનના અમિત પટેલે જાણ કરી હતી કે, ગત તા. 7 એપ્રિલના રોજ સાંકરદા ગામમાં કેટલાક અજાણ્યા શખ્સોએ જીવંત 5 થી 7 ગાય અને બળદના શરીર ઉપર જલદ જ્વલનશીલ એસિડ નાખી જીવતાં સળગાવી દઇ ગૌહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી વિશાલભાઈઅે સહકાર્યકર્તા સાથે સાંકરદા ગામમાં જઇ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન નવદુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના મુખ્ય ગેટ પાસેથી બિનવારસી હાલતમાં આખા શરીરે દાઝી ગયેલ કણસતી હાલતમાં બળદ મળી આવ્યો હતો. જેથી વિશાલભાઈઅે સાંકરદા ગામના સરપંચ અભેસિંહજીનો સંપર્ક કર્યો હતો. અને ગામના રબારીવાસમાં જઇ બીજી કેટલી ગાયો ઉપર એસિડ છાંટી દઝાડવામાં આવી છે તેની તપાસ કરી હતી. ત્યારે ગામના પશુપાલકોએ 5 જેટલી દાઝી ગયેલી ગાયો બતાવી હતી. ત્યારે વિશાલભાઈ તાત્કાલિક ધોરણે ગાયોને અને બળદને ટેમ્પોમાં ચડાવી વડોદરા સ્થિત પાંજરાપોરમાં સારવાર માટે લઇ આવ્યા હતા. ત્યારબાદ 10 એપ્રિલે નંદેસરી પોલીસને ઘટનાની જાણ કરી ગુનાહિત કાર્ય કરનારા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે અરજી આપી હતી.

વિશાલ મરાઠેએ વધુમાં જણાવ્યું હતું કે, કેમિકલ્સ ફેકટરીઓવાળા કેમિકલ્સવાળું પાણી સાંકરદા ગામની સીમમાં, ભૂખી કાંસમાં, કોતરમાં અને ગોચરની જમીનમાં નિકાલ કરે છે. જેના કારણે અગાઉ 17 ગાયો તે પાણી પી જતાં મોતને ભેટી હતી.

અન્ય સમાચારો પણ છે...