તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News According To The Constitution 4 Agms Cannot Be Held At The Same Time Members Matter 075514

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધારણ મુજબ એક જ સમયે 4 AGM ન યોજાય : સભ્યોનો વાંધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી 19મી માર્ચના રોજ મળનારી બીસીએની ચાર એજીએમ અંગે બીસીએના ત્રણ સભ્યોએ રજૂઆત કરી કેટલીક ક્વેરી
માંગી ખુલાસા પૂછ્યા છે જેના
પગલે બીસીએમાં ખળભળાટ મચી ગયો છે.

બીસીએ દ્વારા એકસાથે મળનારી ચાર એજીએમ માટે તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે બીસીએના ત્રણ સિનિયર સભ્યોએ કેટલીક ક્વેરીઓ અંગે ખુલાસા માંગ્યા છે.મોહન કાલેલકરે બીસીએના સત્તાધીશોને પત્ર લખીને જણાવ્યું છે કે ‘19મીએ ચાર બેઠકો એકસાથે કરવા માટે જણાવાયું છે પણ બીસીએના બંધારણ મુજબ આ એજીએમ માટેની યોગ્ય પ્રક્રિયા નથી,બીસીએ એક જ સમયે ચાર બેઠકો એકસાથે યોજી શકે નહીં.આ સંજોગોમાં બીસીએના સત્તાધીશોએ દરેક વરસની એજીએમ અલગ રીતે યોજવી જાેઈએ. છેલ્લાં પાંચ વરસમાં બીસીએ દ્વારા કરવામાં આવેલા ખર્ચાની વિગતોની પણ માંગણી કાલેલકરે કરી છે. આ ઉપરાંત છેલ્લાં વીસ વરસમાં બીસીએ દ્વારા સ્ટેડિયમ માટે થયેલા જમીનોના સોદાની વિગતો પણ તેઓએ માંગી છે.બીસીએ દ્વારા કરાયેલા આડેધડ ખર્ચા માટે તેમણે જ્યુડિશિયરી ઇન્ક્વાયરી પણ માંગી છે. બીસીએના અન્ય જાગ્રત સભ્ય કલ્પેશ પરમારે પણ વિવિધ મુદ્દે ક્વેરી અંગે સ્પષ્ટતા માંગી છે.

બીસીએના સેક્રેટરી અજીત લેલેએ આ અંગે જણાવ્યું હતું કે ‘ ગત વખતની એજીએમમાં ચારેવ બેઠકો યોજવા અંગેની મંજૂરી લેવાઈ હતી. જો કે જાણકારો કહે છે કે ‘ એકસાથે ચાર એજીએમ એક જ સમયે યોજી શકાય નહીં.એનો અર્થ એવો કે સત્તાધીશો કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના બેઠક પૂરી કરવા માંગે છે અને ગત વખતની એજીએમની મિનિટ્સને મંજૂર કરવાનો પણ સમય જોઈએને? પણ આ અંગે બીસીએના સત્તાધીશોએ કોઈ વિચારણા કરી છે કે કેમ તે પણ એક સવાલ છે.

બીસીએ કહે છે કે ગત બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો

19મીની BCAની AGM પહેલાં વાંધા વિરોધ શરૂ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો