- Gujarati News
- National
- Vadodara News Accidental Death Of A Lab Technician And His Brother At Home In Holi 075140
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોળીમાં ઘરે જતા લેબ ટેક્નિશિયન અને તેના ભાઈનું અકસ્માતમાં મોત
9 માર્ચે એસ.એસ.જી હોસ્પિટલનો લેબ ટેકનીશીયન હોળી પર્વ નિમિત્તે પોતાના ભાઇ સાથે ઘરે જવા બાઇક પર નીકળ્યો હતો. દરમિયાન કાટવા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક ભાઈનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે બીજાનું એસએસજી હોસ્પિટલ ખાતે ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
છોટાઉદેપુર ખાતે બોડેલીના મોટા કાંટવામાં રહેતો 21 વર્ષિય સંજય રાઠવા એસએસજી હોસ્પીટલમાં લેબ ટેકનીશીયન હતો. 9 માર્ચે કામકાજ પતાવીને સંજય તેના ભાઇ અરૂણ સાથે બાઇક પર હોળી નિમિત્તે પોતાના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન કાટવા ગામ પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર અરૂણ રાઠવાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે સંજય રાઠવાને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.