- Gujarati News
- National
- Vadodara News A Young Man Absconds From The Shop For 60 Thousand 2 Chain Robbers 075134
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુકાનમાંથી ધોળે દિવસે 60 હજારની 2 ચેન લૂંટી યુવક ફરાર
કારેલીબાગના આનંદનગર સ્થિત જ્વેલર્સમાંથી ગઠિયો ધોળે દિવસે રૂ.60 હજારની સોનાની 2 ચેન લૂંટીને ફરાર થઈ જતાં પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. આનંદનગર વિસ્તારમાં ગણપતભાઈ શાહ કુંદન જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. શુક્રવારે સવારે 10:45 વાગે આશરે 30 થી 35 વર્ષનો યુવક દુકાનમાં સોનાની ચેન ખરીદવા આવ્યો હતો. સોનાની ચેન જોયા બાદ યુવકે ચાંદીની વસ્તુ જોવા માગી હતી. જેથી દુકાન માલિક ચાંદીની વસ્તુ લેવા જતાં યુવકે સોનાની 2 ચેન લઈને પલાયન થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાન માલિકે યુવકનું ટુ વ્હીલર પાછળથી પકડી લીધું હતું, પણ યુવક દુકાન માલિકના હાથમાંથી ટુ વ્હીલર છોડાવી ફરાર થઈ ગયો હતો. યુવકે દુકાનમાંથી રૂ.60 હજારની 13 ગ્રામની સોનાની 2 ચેન લૂંટી હતી. કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દુકાનમાં સીસીટીવી ન હોવાથી પોલીસે અન્ય દુકાનોના સીસીટીવી તપાસ હાથ ધરી છે.