આજવા રોડ ખાતે 25 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:06 AM IST
Vadodara News - a suicide attack on a 25 year old youth at ajwa road 070558
આજવા રોડ ખાતે રહેતા એક 25 વર્ષીય યુવાને સોમવારે સાંજના સમયે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે બાપોદ પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ શ્રી હરિ ટાઉનશિપમાં પોતાનાં ભાઈ, ભાભી તેમજ પત્ની સાથે રહેતો કમલેશ લક્ષ્મણભાઇ વાઘેલા (ઉં.વ.25) કોર્પોરેશનમાં હંગામી ધોરણે કામ કરતો હતો. છેલ્લા ચારેક દિવસથી તેના સિવાયનાં ઘરનાં તમામ સભ્યો સુરેન્દ્રનગર ખાતે માતાજીનાં દર્શને ગયાં હતાં. આ દરમ્યાન ઘરે એકલા રહેલા કમલેશને સોમવારે બપોરે તેના સાળાએ ફોન કર્યો હતો. રાત્રે પોણા અગિયાર વાગ્યા સુધી તે ફોન કર્યા કરતો હોવા છતાં કોઈ જવાબ ન મળતાં ઘરે તપાસવા ગયો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ હોઈ અને સતત ખખડાવવા છતાં કોઈએ દરવાજો ન ખોલતાં દરવાજો તોડ્યો હતો. અંદરથી કમલેશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં તે હેબતાઈ ગયો હતો અને આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર ગયેલાં તેનાં પરિવારજનોને તેમજ બાપોદ પોલીસને કરાતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

X
Vadodara News - a suicide attack on a 25 year old youth at ajwa road 070558
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી