તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News A Successful Transplant Of Liver Transplants Has Been Done On Only 11 Months Of Age 040153

માત્ર 11 મહિનાના બાળક પર લિવર ટ્રાન્સપ્લાન્ટની સફળ શસ્ત્રક્રિયા કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાના એક પરિવારનાં એક નવજાત બાળકને સફળતાપૂર્વક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

પાદરા રેલવે સ્ટેશન પાસે રહેતા પ્રિતેશભાઇ મિસ્ત્રી કન્સ્ટ્રક્શનના સાધનો ભાડે આપી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે બાળકો ધરાવતા પ્રિતેશભાઈના બીજા બાળક રામનો બે વર્ષ અગાઉ જન્મ થયો હતો. જન્મની સાથે જ તે બાઈલરી એટ્રેસિયા નામના રોગથી પીડાતો હતો.માત્ર બાળકોને જ થતા આ રોગમાં લીવરમાંથી પિત્તરસનું વહન બંધ થઇ જાય છે. જોકે પરિવારજનોએ વડોદરામાં ત્રણ ડોક્ટરને બતાવ્યા બાદ પણ રામની હાલતમાં સુધારો ન થયો. આ દરમ્યાન મુંબઈના ચિલ્ડ્રન લીવર ફાઉન્ડેશન થકી મુંબઈ સ્થિત અપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ હિપેટોલૉજિસ્ટ ડૉ. આભા નાગરાલનો સંપર્ક કરતા રિપોર્ટો જોયા બાદ ડોકટરે લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર ઉપાય હોવાનું જણાવ્યું હતું. આ ઓપરેશનનો ખર્ચ 17થી 18 લાખ જેટલો થવાનો હતો પરંતુ મધ્યમવર્ગીય પરિવાર આ ખર્ચ ઉપાડી શકે તેમ ન હોઈ ડૉ. આભા નાગરાલ અને રામની માસી તેની માસી દિવ્યા સિદપરાએ ભેગા મળીને પાંચ એન.જી.ઓ પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે, લિવર લાવવું ક્યાંથી ω આ માટે ડોક્ટરે બાળકની માતાની પસંદગી કરી હતી પરંતુ સંજોગો વસાત તેની માતા લિવર ડોનેટ કરી શકે તેમ ન હોવાથી અંતે તેની માસીએ જ પોતાના લિવરનો એક ભાગ આપવાની તૈયારી દર્શાવી હતી. 22 ફેબ્રુઆરી 2018ના રોજ 11 કલાક સુધી ચાલેલી સર્જરીમાં માસી દિવ્યાના લીવરનો 20% ભાગ નીકાળીને તે સમયે 11 માસની ઉંમર અને 6.5 કિલોગ્રામ વજન ધરાવતા રામના લિવરનું મુંબઈ સ્થિત અપોલો હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

પાદરાના 11 મહિનાના બાળકનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...