તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News A Special Follower Of The Pacific Alias John Will Be Questioned 074527

પ્રશાંતની ખાસ અનુયાયી દિશા ઉર્ફે જોનની પૂછપરછ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગલામુખી મંદિરના પ્રશાંત સામે તેની પૂર્વ અનુયાયી મહિલાએ સાત વખત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાયા બાદ ગોત્રી પોલીસે બુધવારે જેલમાં જઇને પ્રશાંતનો કબજો લીધો હતો. પ્રશાંતે તને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે, તારે થોડો ભોગ આપવો પડશે, તેમ જણાવી દુષ્કર્મ કર્યું હતું. મહિલા જ્યારે પ્રશાંતના બંગલે ગઇ ત્યારે ત્યાં પ્રશાંતની ખાસ અનુયાયી દિશા ઉર્ફે જોન ત્યાં હાજર હોવાનું અને તેણે જ પ્રશાંતે ઉપરના રૂમમાં બોલાવી હોવાનું મહિલાએ પોલીસને જણાવતાં પોલીસે આ મામલે દિશા ઉર્ફે જોનની પણ ઉંડી પુછપરછ કરવાનું નક્કી કર્યું હતું.

પ્રશાંતની 28 વર્ષીય અનુયાયી મહિલાએ બગલામુખીના પ્રશાંત ઉપાધ્યાય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.તેણે પ્રશાંતને સાસુ સાથેના ઝઘડાની અને પતિ સાથેના ઝઘડાની વાત કરતાં પ્રશાંતે તેની સમસ્યાનું નિરાકરણ કરવા ભોગ આપવો પડશે તેમ જણાવી બપોરના સમયે વોટસએપ કોલ કરી મળવા બોલાવી હતી.જેથી તે પ્રશાંતના બંગલે ગઇ હતી. જ્યાં તે નીચે હોલમાં બેઠી હતી ત્યારે દિશા ઉર્ફે જોન નામની છોકરી આવી હતી અને ગુરુજી ઉપરના રૂમમાં બોલાવે છે તેમ કહેતાં તે ઉપરના રૂમમાં ગઇ હતી. જ્યાં પ્રશાંતે બારણું અંદરથી બંધ કરી તારી બધી તકલીફો તારું દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઇ જશે, તેમ જણાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેણે 2019 સુધી સાત વખત દુષ્કર્મ કર્યું હતું. ગોત્રી પીઆઇ એ.બી. ગોહિલે બુધવારે ઠગાઇના કેસમાં જેલમાં રહેલા પ્રશાંતનો કબજો મેળવી મોડી સાંજે પ્રશાંતની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે પ્રશાંતની ખાસ અનુયાયી ગણાતી દિશા ઉર્ફે જોનની પણ મહિલા પોલીસ અધિકારી દ્વારા ઊંડી પૂછપરછ કરી વધુ માહિતી મેળવવામાં આવશે.

પ્રશાંતના ગુરુવારે રિમાન્ડ મેળવાશે

પોલીસે જણાવ્યું હતું કે, પ્રશાંતની બુધવારે મોડી સાંજે ધરપકડ કરાઇ છે અને ગુરુવારે તેને અદાલત સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે. પોલીસે પ્રશાંતના બંગલાનો પંચકયાસ કર્યો હતો પણ કંઇ પણ મળ્યું ન હતું. બંગલામાં બેત્રણ કબાચોમાં પરફ્યુમ્સ અને મોટી માત્રામાં આયુર્વેદીક દવાઓ જ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તકલીફો દૂર કરવાના બહાને મહિલા સાથે 7 વખત દુષ્કર્મ કર્યું હતું

દુષ્કર્મ કેસમાં પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ

ફરીવાર પોલીસની પકડમાં આવતાં ઠગ ગુરુ પ્રશાંતના હાંજા ગગડી ગયા

ઠગાઇના કેસમાં વારસીયા અને ગોત્રી પોલીસના લોકઅપમાં રહી ચુકેલા પ્રશાંતને હવે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાઇ છે ત્યારે તે ફરીથી પોલીસની ગીરફતમાં આવતાં તેના હાંજા ગગડી ગયા હતા. પોલીસ લોકઅપમાં તે શાંત બેઠેલો જોવા મળ્યો હતો અને તેણે કાંઇ કર્યું ના હોવાનું ગાણું ગાયું હતું. જો કે આ મામલે તેના રિમાન્ડ મેળવી તેની ઉંડી પુછપરછ કરાશે.
અન્ય સમાચારો પણ છે...