તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News A New List Of 68 Schools Has Been Sent For The Practical Examination Of Standard 12 Science 042054

ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા માટે 68 શાળાઓની નવી યાદી મોકલાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાઓ અાગામી 15 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી યોજાવાની છે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોની યાદી મંગાવવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 107 શાળાઓની યાદી મોકલવામાં આવી હતી પરંતુ તેમાં ભારે વિસંગતતા હોવાના પગલે પુ્ન: સુધારેલી યાદી મોકલાવી હતી જેમાં 68 શાળાઓ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ હવે બોર્ડ દ્વારા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. બોર્ડે દરેક જિલ્લાના ડીઇઓ પાસેથી સ્કૂલોની વિગતો મંગાવી હતી જેમાં વડોદરા જિલ્લાની 107 જેટલી શાળાઓની યાદી બોર્ડને મોકલવામાં આવી હતી. જોકે જે શાળાઓની યાદી મોકલવામાં આવી હતી તેમાં ભારે વિસંગતતા હોવાના પગલે નવી સુધારેલી યાદી મોકલવામાં આવી હતી. અગાઉની યાદીમાં જે શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં ઘણી બધી શાળાઓમાં શિક્ષકોનો અભાવ હતો અને લેબોરેટરીની કેપેસિટી પણ ઓછી હતી. ડીઇઓ કચેરી દ્વારા નવી સુધારેલી યાદી મોકલવામાં આવી હતી જેમાં 68 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બોર્ડ કઇ શાળાઓમાં પરીક્ષાઓનું આયોજન કરવું તે નક્કી કરીને કેન્દ્રની ફાળવળી કરશે જેના આધારે પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવામાં આવશે. વડોદરા શહેર જિલ્લામાં સાયન્સના 8865 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ સીસીટીવી સાથેની સુસજ્જ લેબોરેટરીમાં યોજવામાં આવશે. દિવસ દરમિયાન બેચદીઠ 20 વિદ્યાર્થીઓ મુજબ બે બેચમાં પરીક્ષા લેવાની સૂચના પણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે.

આ અગાઉ ગયા વરસે આ પ્રકારની કવાયત કરવામાં આવી હતી એમ સૂત્રોેએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...