તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News A Mother Complained To The Kidnapping While Running A Lover To A Married Woman In Bapod 074535

બાપોદમાં પરિણીત યુવતીને પ્રેમી ભગાડી જતાં માતાએ અપહરણની ફરિયાદ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપોદ અને છાણીમાં અપહરણના બે બનાવમાં સગીરા અને યુવતીને પ્રેમી ઘરેથી ભગાડી જતાં બંને પ્રેમી વિરુદ્ધ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે.

અપહરણના પ્રથમ બનાવમાં કમલાનગરમાં રહેતી વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણીની ત્રીસ વર્ષીય દીકરીનાં લગ્ન કિશનવાડીના યુવક સાથે કર્યાં હતાં અને તેને સંતાનમાં બે દીકરા હતા. તેનો પતિ અવારનવાર મારતો હોવાથી તેણે પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા અને વૃદ્ધ માતા સાથે રહેવા આવી ગઈ હતી. તેમજ યુવતીએ બે મહિના અગાઉ કેવડિયાના યુવક સાથે બીજી વાર લગ્ન કર્યાં હતાં તે યુવક પણ અવારનવાર મારતો હોવાથી તેણી ફરીવાર પરત વૃદ્ધ માતા પાસે રહેવા આવી ગઈ હતી. તે દરમિયાન ગત 18 માર્ચે વૃદ્ધા કોર્પોરેશનમાં નોકરી ઉપર ગઈ હતી ત્યારે યુવતીને સ્થાનિકમાં રહેતો પ્રવીણ પરમાર લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેથી વૃદ્ધ માતાએ બાપોદ પોલીસમાં પ્રવીણ પરમાર વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...