તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજારમાં નુકસાન જતાં ગ્રાહકે બ્રોકરને ધમકી આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોરવા પોલીસમાં શેરબ્રોકરે ફરિયાદ નોંધાવી

વડોદરા | ગોત્રી હરિનગર ચાર રસ્તા વિસ્તારમાં શેરબ્રોકરને શેરબજારમાં થયેલી નુકસાની બદલ ગ્રાહકે ગાળો ભાંડી ધમકી આપતાં શેરબ્રોકરે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલા શપથ ફ્લેટમાં રહેતા હાર્દિક પટેલ શેરબ્રોકર તરીકે વ્યવસાય કરે છે અને ગોત્રી હરિનગર ચાર રસ્તા ખાતે ઓફિસ ધરાવે છે. ગઈ કાલે બપોરે હાર્દિક પટેલના ગ્રાહક ઉત્કર્ષ મહેતાએ સમીર નવાબ નામના શખ્સને ઓફિસે મોકલ્યો હતો. શેરબજારમાં આવેલી મંદીમાં ગ્રાહક ઉત્કર્ષ મહેતાને થયેલા નુકસાનનાં નાણાં પરત આપવાનું જણાવી સમીર નવાબે હાર્દિક પટેલને ગાળો ભાંડી ધમકી આપી હતી. સમીર નવાબે ફરીથી બપોરે ઓફિસે આવી હાર્દિકના પિતા જશવંતભાઈને પણ ધમકી આપી હતી. જેના પગલે હાર્દિક પટેલે ગોરવા પોલીસ મથકે ઉત્કર્ષ મહેતા, તેના સગીર પુત્ર અને સમીર નવાબ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...