• Gujarati News
  • National
  • Vadodara News A Car Driver On The Issue Of Overtaking The Professor Hit The Belt 074554

ઓવરટેક કરવાના મુદ્દે કાર ચાલક આસિ. પ્રોફેસરને પટ્ટાથી ફટકાર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચાર રસ્તાથી વડસર જવાના રસ્તે પોતાની ઝેન કાર લઇ પસાર થઇ રહેલા પારુલ કોલેજના આસિ.પ્રોફેસરને અન્ય કાર ચાલકે ઓવરટેક કરવાના મુદ્દે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી અને કમરપટ્ટા વડે માર માર્યો હતો. આસિ.પ્રોફેસરે આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ આદરી હતી. ગોત્રી રોડ પર દત્તનગરમાં રહેતા અને વાઘોડીયા પારુલ કોલેજમાં આસિ. પ્રોફેસર તરીકે નોકરી કરતા નીલ બિરેન કુમાર પંચાલે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 29 માર્ચે સાંજના 5 વાગે તેઓ નોકરી પુરી કરી પોતાની મારુતી ઝેન કાર લઇને ઘેર જતા હતા, ત્યારે માંજલપુર જ્યુપિટર ચોકડી પર સિગ્નલ બંધ થતાં તેઓ રોકાયા હતા અને ત્યાર બાદ સિગ્નલ ચાલુ થતાં તેઓ વડસર બ્રિજ તરફના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે સિન્ડીકેટ બેંક પાસે પાછળથી એક કાર આવી હતી અને નીલ પંચાલની કારને ઓવરટેક કરી સામે ઉભી કરી દીધી હતી. કારમાંથી ઉતરેલા શખ્સે તુરત જ નીલ પંચાલ પાસે આવી ગાળો બોલી ફેંટ પકડીને મોંના ભાગે ફેંટ મારી હતી અને બહાર નિકળવા જણાવ્યું હતું. નીલ પંચાલ કારની બહાર નિકળ્યા કે તુરત જ આ શખ્સે મારી કારને કેમ ઓવરટેક કર્યો હતો, મારી કારને નુકશાન થઇ જાત તેમ કહી માર્યો હતો. કારમાં બેઠેલા આ શખ્સના પિતાએ પણ ગાળાગાળી કરી હતી, જેથી નીલ પંચાલે તેમના પિતાને ફોન કરતાં તેમના પિતાએ ઓળખીતા બે થી ત્રણ જણાને ત્યાં મોકલ્યા હતા. આ લોકોએ પણ કાર ચાલકને સમજાવાની કોશિશ કરી હતી પણ આ કાર ચાલક શખ્સ માન્યો ન હતો અને પોતાના કમરપટ્ટા વડે નીલ પંચાલને માર મારવાનું શરુકર્યું હતું, જેમાં નીલ પંચાલે પહેરેલ કાંડા ઘડીયાળ તુટી ગયું હતું. માર મારનારા આ શખ્સે અહીંથી જતા રહેવા અને થાય તે કરી લેવાની ધમકી આપી હતી .માંજલપુર પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...