તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News A 2 Year Old Dog Stuffed Babies Outside Hanumanji Temple In Kalagoda Msu Punched Dead 080006

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાઘોડાના હનુમાનજી મંદિર બહાર 2 વર્ષના બાળકના મોઢે કૂતરાએ બચકાં ભર્યાં, કુતરુ અાડું અાવી જતાં પટકાયેલા MSUના પ્યૂનનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રખડતા કૂતરાઓના અાતંકને કારણે 2 કિસ્સાઓ સામે અાવ્યા છે. એક કિસ્સામાં ચાણસદ વિસ્તારમાં બાઇક પર જતી વેળાએ કૂતરું વચ્ચે અાવી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા કિસ્સામાં 2 વર્ષના બાળકને મોઢાના ભાગે બચકું ભર્યું હતું. જેને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો.

એક કિસ્સામાં કાલાઘોડા વિસ્તારમાં અાવેલા હનુમાનજી મંદિર પાસે એક મહિલા તેના બાળકને લઇને બેઠી હતી. અાશરે 3:45 કલાકે મંદિર બહારની જગ્યાએ રમતા 2 વર્ષના જય પટેલ પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો અને બાળકના મોઢાના ભાગે બચકું ભર્યું હતું. બાળકની માતાના જણાવ્યા અનુસાર, હું હનુમાનજી મંદિર બહાર બેઠી હતી ત્યારે અચાનક જયની ચીસ સાંભળતાં મારું ધ્યાન અવાજની દિશામાં ગયું હતું. કૂતરું મારા બાળકના મોઢે બચકું ભરતું જોવા મળતાં મારા મોઢામાંથી ચીસ નિકળી ઉઠી હતી અને મારા બાળકને તુરંત કૂતરાથી દૂર કરી 108 મારફતે એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે અાવી પહોંચી હતી. ફરજ પર હાજર ડોક્ટરોએ બાળકની સ્થિતિને ધ્યાને રાખીને ઇન્ફેક્શન ન ફેલાય તે માટે તુરંત તાત્કાલિક સારવાર અાપવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે બીજા કિસ્સામાં કરજણથી પોતાના ઘરે પરત અાવતાં ચાણસદ નજીક કૂતરું અાડે અાવતાં યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે, ગોત્રી વિસ્તારમાં રહેતા 38 વર્ષિય ભુપેન્દ્ર વસાવા દીનદયાલ નગરમાં રહેતો હતો. તે એમ.એસ.યુનિ.ની અાર્ટ્સ ફેકલ્ટીમાં કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. બુધવારે રાત્રે કરજણથી વડોદરા બાઇક પર અાવતી વેળાએ ચાણસદ નજીક કૂતરુંં અાડે અાવી જતાં બાઇક સ્લિપ થઇ હતી. બાઇક સ્લિપ થયા બાદ ઘાયલ યુવાને તેની પત્નીને જાણ કરી હતી અને ઘરે અાવી ગયો હતો. ઘરે અાવ્યા બાદ તેની તબિયત લથડતાં તેના પરિવારજનોએ તેને સારવાર અર્થે ગોત્રી મેડિકલ કોલેજમાં લઇ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પુત્રની ચીસ સાંભળી માતાએ દોડી આવી કૂંતરાને ભગાડ્યું : બાળકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોિસ્પટલમાં ખસેડાયો

2018માં કૂતરાં કરડવાના 24444 અને 2019માં 21 હજાર કેસ પાલિકાના ચોપડે નોંધાયા, દર મહિને 1300 લોકો ડોગ બાઇટનો ભોગ બની રહ્યાં છે ,જેમાં 25 ટકા બાળકો

પુત્રની પીડાએ માતાને પણ રડાવી...

સયાજી હોિસ્પટલમાં સતત રૂદન કરતા પુત્રને છાનો રાખવાનો પ્રયાસ કરતી માતા પણ પુત્રની પીડા જોઇને રડી પડી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો