તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News 85370 Students Will Be Given Board Exams In 281 Schools In 77 Centers 040538

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

77 કેન્દ્રો પર 281 સ્કૂલોમાં 85370 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગામી 7મી માર્ચથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. શહેર-જિલ્લાના 77 કેન્દ્રો પર 281 સ્કૂલોમાં ધોરણ 10 અને 12ના 85370 વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10માં 12 સંવેદનશીલ કેન્દ્રો અને ધોરણ 12માં 4 સંવેદનશીલ કેન્દ્રનો સમાવેશ થાય છે.

બોર્ડ પરીક્ષાઓને ધમધમાટ શરૂ થઇ ગયો છે. 7મી માર્ચથી યોજનારી બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ 10ની પરીક્ષા 4 ઝોનમાં યોજાશે. જેમાં 47 કેન્દ્રો પર 170 સ્કૂલોમાં 1852 બ્લોકમાં પરીક્ષા યોજાશે. ધો.10માં 55243 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સા. પ્રવાહની પરીક્ષા 21 કેન્દ્રો પર 71 સ્કૂલોના 660 બ્લોકમાં યોજાશે. 12 સા. પ્રવાહમાં 21191 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 9 કેન્દ્રો પર આવેલી 40 સ્કૂલો પર 452 બ્લોકમાં યોજાશે. એચએસસીમાં 23 જેટલા દિવ્યાંગ બાળકો નોંધાયા છે.

NCERT હેઠળ 1057 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
એનસીઇઆરટીના અભ્યાસક્રમની પરીક્ષા ત્રણ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. કુલ 1057 વિદ્યાર્થીઓ એસએસસીમાં એનસીઇઆરટીના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવા માટે નોંધાયા છે. બરોડા હાઇસ્કૂલ અલકાપુરી,કોન્વેટ હાઇસ્કૂલ,ફતેંગજ,બેસીલ સ્કૂલ તાંદલજા ખાતે પરીક્ષા આપશે.

બોર્ડની પરીક્ષાના 16 સંવેદનશીલ કેન્દ્રો
ધોરણ 10ના સંવેદનશીલ કેન્દ્રો | શિનોર વરણામા થુવાવી કાયાવરોહણ જરોદ કંડારી વલણ ડેસર સાવલી ભાદરવા આનંદી રાયકા

ધોરણ 12ના સંવેદનશીલ કેન્દ્ર | શિનોર વરણામા ડેસર સાવલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો