તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયકવાડ બંગલામાં ગેરકાયદે પ્રવેશવા બદલ 8 ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના આજવા રોડ પાણીગેટ પાણીની ટાંકી પાસે 100 વર્ષ જુના ગાયકવાડ બંગલામાં ગેરકાયદે પ્રવેશનારા એક જ પરિવારના 8 જણાની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હતી. ગાયકવાડ બંગલામાં રહેતા રાજનંદા અમોલરાજ ગાયકવાડે પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો બંગલો વડીલો પાર્જીત છે અને 100 વર્ષ કરતા વધુ સમયથી તેમની માલિકીનો છે. હાલમાં આ બંગલો તેમના નામે અને તેમના પતિના નામે રજીસ્ટર થયેલો છે. શનિવારે સવારે 11.20 વાગે ત્રણ શખ્સ તેમના બંગલાના કંપાઉન્ડમાં ઘુસી ગયા હતા, આ શખ્સો તેમના બંગલામાં ગેરકાયદે પ્રવેશ્યા હોવાનું જણાવી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામને પોલીસ સ્ટેશન લાવી તપાસ શરુ કરી હતી.પોલીસે જણાવ્યું હતું બંગલોની પાછળ સ્ટાફ ક્વાર્ટસમાં વર્ષોથી મુસ્લીમ પરિવાર રહેતો હતો અને પરિવારના 105 વર્ષના વૃદ્ધાનું તાજેતરમાં નિધન થયું હતું. વૃદ્ધાના પૌત્ર હજરતશા ઉર્ફે લાલુ રસુલશા દિવાન આ સ્ટાફ ક્વાર્ટસ ખાતે પરિવાર સાથે રહેવા આવ્યો હતો,પણ તેમની માલિકી ના હોવાથી બંગલાના માલિકની ફરિયાદના આધારે લાલુ સહિત 8 જણાની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...