તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News 78 Year Old Dilipbhai Pandit Will Take Part In The National Athletic Masters To Be Held In Nashik 042049

78 વર્ષના દીલીપભાઇ પંડિત નાસીકમાં યોજાનાર માસ્ટર્સ નેશનલ એથલેટિકમાં ભાગ લેવા જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
38મો ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એથલેટિક ચેમ્પિયનશિપમાં વિજાપુર વિદ્યાલય સંકુલ-સિદસર ખાતે રાજ્યકક્ષાની માસ્ટર્સ એથલેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના 78 વર્ષના દિલીપભાઇ પંડિતે 1500 મીટર, 800 મીટર અને 400 મીટર દોડમાં દ્વિતિય ક્રમાંક સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમજ ગુજરાત માસ્ટર્સ ખેલકૂદ મંડળ 6ઠ્ઠી સ્ટેટ માસ્ટર એથલેટિક ચેમ્પિયનશિપમાં 1500 મીટર દોડમાં પ્રથમ ક્રમાંકે ગોલ્ડ અને 800 મીટર અને 400 મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન વડોદરામાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આગામી 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી નાસીક ખાતે યોજાનાર માસ્ટર્સ નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપમાં દિલીપભાઇ પંડિત ભાગ લેવા જશે અને વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...