• Gujarati News
  • National
  • Vadodara News 775 Lakh Handwritten Excerpts Of The District Will Be Made Online 075601

જિલ્લાના 52.75 લાખ હસ્તલિખિત 7-12ના ઉતારા ઓનલાઇન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા તંત્ર દ્વારા સપ્ટેમ્બર-2018થી હસ્તલિખિત 7-12ના ઉતારાને ઓનલાઇન કરવાની કામગીરી શરૂ કરી હતી. 31 ડિસેમ્બરના રોજ 7-12ના ઉતારાના સાહિત્યને સ્કેન કરીને 53.09 લાખ ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.ત્યાર બાદ જિલ્લા તંત્ર દ્વારા ઓનલાઇન અપલોડ કરેેલા 7-12ના ઉતારાની ચકાસણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ચકાસણી બાદ 52.75 લાખ 7-12ના ઉતારાને ઓનલાઇન કરી દેવામાં આવ્યા છે.બાકી 33 હજાર 7-12ના ઉતારાના મૂળ રેકોર્ડ સાથે ન મેળવાતાં રેકોર્ડ ઓનલાઇન મૂકવામાં આવ્યા નથી.

મૂળ રેકોર્ડ સાથે મેળવવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, ટૂંક સમયમાં બાકીના રેકોર્ડને ઓનલાઇન કરી દેવાશે.ગુજરાત સરકાર દ્વારા વિવિધ સેવાઓને ઓનલાઇન કરવા માટેની કામગીરી વર્ષ 2015થી શરૂ કરવામાં અાવી હતી.તેના અંતર્ગત વડોદરા જિલ્લાના હસ્તલિખિત 7-12ના ઉતારાને ઓનલાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં અાવી હતી. તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં અાવેલી કામગીરીને પગલે આખરે 52.75 લાખ 7-12ના ઉતારાને ઓનલાઇન કરવામાં સફળતા મળી છે. બાકી નિકળતા 33 હજાર રેકોર્ડને ટૂક સમયમાં ઓનલાઇન કરી દેવામાં આવશે.જેમ અગાઉ જાહેર જનતા તેમના જમીનના હક્કપત્રની નોંધ ઘરે બેઠાં ઓનલાઇન જોઇ શકતી હતી,તેવી રીતે હવેથી હસ્તલિખિત 7-12ના ઉતારાને પણ ઓનલાઇન જોઇ શકશે. વર્ષ 1951થી લઇને અાખરી સુધીના તમામ રેકોર્ડ ઓનલાઇન આસાનીથી જોઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...