તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News 75 Of The City39s Small Investors39 Lives Were Washed Away In 2 Days 073651

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના 75% નાના રોકાણકારોના જીવનની મૂડી 2 દિવસમાં ધોવાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુરુવારે શેરબજારમાં અૈતિહાસિક નીચાણની સપાટી અાવ્યા બાદ શુક્રવારે પણ બજાર ખૂલતાંની સાથે નીચલી સર્કિટ લાગી હતી. જેને પગલે 45 મિનિટ સુધી ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. જાણકારના મતે શહેરના 75 ટકા નાના રોકાણકારોના જીવનની મૂડી છેલ્લા 2 દિવસમાં ધોવાઇ જવા પામી હતી. કોરોના વાઇરસ પર કાબૂ મેળવાયા બાદ માર્કેટની સ્થિતિ સુધરશે તેવું મનાઇ રહ્યું છે.

શેરમાર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે સવારે માર્કેટ ખૂલતાંની સાથે નીચલી સર્કિટ લાગી હતી અને 45 મિનિટ સુધી ટ્રેડિંંગ પર પ્રતિબંધ મૂકવામાં અાવ્યો હતો. શેર માર્કેટ ખૂલતાંની સાથે નીચે જતાંં રોકાણકારોની પોઝિશન બદલાઇ ગઇ હતી. જેને કારણે નાના રોકાણકારો અને ટ્રેડરોની હાલત કફોડી બની હતી. શહેરના 75 ટકા નાના રાેકાણકારોની જીવનભરની મૂડી 2 દિવસમાં ધોવાઇ ગઇ હતી. જો કે બપોર બાદ શેર માર્કેટ સુધરતાં થોડીક રિકવરી થઇ હતી. કોરોના વાઇરસ પર કાબૂ મેળવાયા બાદ માર્કેટની સ્થિતિ સુધરવાની શક્યતાઓ છે.

માર્કેટ ખૂલતાં નીચલી સર્કિટ લાગી, 45 મિનિટ ટ્રેડિંંગ પર પ્રતિબંધ

કોરોના પર કાબૂ બાદ માર્કેટની સ્થિતિ સુધરવાની શક્યતા

_photocaption_ શુક્રવારે બજાર ખૂલતાંની સાથે 3000 હાજર પોઇન્ટ તૂટતાં ટર્મીનલો પર કામ કરતાં લોકોને પણ માથે હાથ દઇ બેસવાનો વારો આવ્યો હતો. *photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો