તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક-સેનિટાઇઝરના કાળાબજાર કરવા બદલ 73 મેડિકલ સ્ટોર બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ દ્વારા કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના
પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની 355 દુકાનોમાં તપાસ હાથ
ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા 73 મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ.જી.કોશિયાએ કહ્યું કે તંત્રની 25 ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકીંગ ચાલું કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની 355 જેટલી દવાઓની દુકાનોમાં તપાસ કરાઇ હતી. જે પૈકી અમદાવાદમાં 30, સુરતમાં 18, રાજકોટમાં 15 અને
વડોદરામાં 10 દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનિટાઇઝર્સના કાળાબજાર ધ્યાને આવ્યા છે. આ દુકાનોને તાત્કાલિક બંધ કરાવી શોકોઝ નોટીસ આપવામાં આવી છે.

ચેકીંગ દરમિયાન બે જુદી જુદી બ્રાન્ડના હેન્ડ સેનિટાઇઝર્સ પરવાના વગર ઉત્પાદિત થયેલા અને નકલી જણાતા ઉત્પાદકો બેકરબ હેન્ડ સેનેટાઇઝર,
મકરપુરા વડોદરા અને એચ.કે.હેન્ડ સેનેટાઇઝર, માં ખોડલ કેમિકલ્સ, ઓઢવ, અમદાવાદ પાસેથી બનાવટી હેન્ડ સેનિટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો છે અને ચકાસણી માટે મોકલાયો છે.

અમદાવાદની 30 દુકાનોમાં કાળાબજાર થતા હોવાનું જણાયું

અન્ય સમાચારો પણ છે...