તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાકમાં વરસાદના કારણે 6 રાજ્યમાં 71 લોકોનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશના 15 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ થયો. ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં વરસાદથી દુર્ઘટનાઓમાં 71 લોકોનાં મોત થઇ ગયા. સૌથી વધુ 35 લોકોનાં મોત ઉત્તરપ્રદેશમાં થયા. ત્યાર બાદ બિહારમાં 21 લોકોનાં જીવ ગયા. અન્ય 4 રાજ્યમાં કુલ 15 લોકોનાં મોત થયા. બિહારના 22 અને યુપીના 15 જિલ્લામાં સ્થિતિ ખરાબ છે. બિહારમાં એકલા પટણામાં 17 લોકો માર્યા ગયા છે. એસડીઆરરએફ અને એનડીઆરએફએ રવિવારે અહીં અંદાજે 9 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા. શહેરના લોકો હવે પીવાના પાણીના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. તંત્રએ સ્કૂલોમાં પણ રજાઓ જાહેર કરી દીધી છે. યુપીમાં પણ સ્થિતિ એટલી ખરાબ છે કે બાંદામાં વરસાદનું પાણી એક ઘરમાંથી બીજા ઘરમાં જતાં બે જૂથ વચ્ચે હિંસા થઇ, જેમાં 10 લોકો ઘાયલ થયા. જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા શહેરમાં બીએસએફનો જવાન પૂરમાં તણાઇ ગયો.

સરકાર: નીતિશે કહ્યું- કુદરત કોઇના હાથમાં નથી, લોકો હિંમત રાખે
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટણામાં પાણી ભરાવવા અંગે કહ્યું કે લોકોએ થોડી હિંમત રાખવી જોઇએ. કુદરત કોઇના હાથમાં નથી. હવામાન વિજ્ઞાન પણ સવારે કંઇક કહે છે અને બપોર સુધીમાં સ્થિતિ બદલાઇ જાય છે. હાલ હથિયા નક્ષત્ર ચાલી રહ્યું છે. હજુ 3 દિવસ વરસાદ રહેશે.

¾, વડોદરા, સોમવાર, 30 સપ્ટેમ્બર, 2019

વિપક્ષ: સોનિયાએ કહ્યું- કેન્દ્ર મદદ કરે, અખિલેશ બોલ્યા- સરકાર ફેલ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે યુપી-બિહારમાં પૂરથી સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં તમામ જરૂરી મદદ કરે. સોનિયાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓને પણ કહ્યું કે તેઓ લોકોની મદદ માટે આગળ આવે. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ફેલ ગઇ છે.

દેશનું હવામાન: 15 રાજ્યમાં ભારે વરસાદ થયો, 17 માટે ચેતવણી
દેશના 15 રાજ્યમાં 24 કલાકમાં અતિ ભારે, 2માં ભારે, 2માં સામાન્ય, 4માં ઓછો અને 10માં સાવ ઓછો વરસાદ થયો. 3 રાજ્યમાં વરસાદ નથી. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 17 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઝારખંડ, પ.બંગાળ અને મ.પ્રદેશમાં વાવાઝોડાની અને વીજળી પડવાની સંભાવના છે.

મોનસૂન: સત્તાવાર રીતે આજે પૂરું પણ અઠવાડિયા સુધી વરસાદની શક્યતા
આઇએમડીના મહાનિયામક મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે 4 મહિનાનું ચોમાસુ સત્તાવાર રીતે સોમવારે પૂર્ણ થઇ જશે પણ ઘણા રાજ્યોમાં આગામી અઠવાડિયા સુધી વરસાદની શક્યતા રહેશે.

હાલ મોનસૂન રાજસ્થાનના ગંગાનગરમાં છે. હાલ તે પાછું ફરવાની શક્યતા નથી. તેથી 3 ઓક્ટોબર સુધી બિહાર, યુપી, ઝારખંડ અને પ.બંગાળમાં ભારે વરસાદ થઇ શકે છે જ્યારે 8 રાજ્યમાં સામાન્યથી વધુ વરસાદ થઇ શકે છે.

આ પટણા છે
પટણાના મુખ્ય માર્ગો પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે.

16

અન્ય સમાચારો પણ છે...