તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના ચેપના જોખમ વચ્ચે 700 આરોગ્ય કર્મી કામ કરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેર- જિલ્લામાં 3500 થી પણ વધારે લોકો વિદેશથી યાત્રા કરીને આવ્યાં છે. જે તમામની તપાસ કરવા માટે જિલ્લામાં 700 આરોગ્ય કર્મચારીઓની ટીમ કામે લાગી છે. જોકે કોરોના વાઈરસની તપાસ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પાસે માસ્ક,હેન્ડ ગ્લોવશ અને સેનેટાઈઝરની અછત સર્જાઈ છે. જેના પગલે આરોગ્ય કર્મચારીઓ જ કોરોનાની ઝપેટમાં આવી જાય તેવી દહેશત ઉભી થઈ છે.

જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સંજયસિંહ રાઉલજીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં 42 જેટલા પીએચસી સેન્ટરો આવેલા છે. જેમાં 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવે છે. આ કર્મચારીઓ કોરોના વાઈરસમાં લોકોમાં જાગૃકતા આવે તે માટે ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી કરે છે.

જે લોકો વિદેશથી આવ્યા હોય તો તેવા લોકોને હોમ કોરન્ટાઈન કરવા તેમજ રોજેરોજ તેમની નિયમીત સારવાર કરવી સહિતના કામો આરોગ્ય કર્મચારીઓ કરે છે.

આ જ કર્મચારીઓ નિયમિત ઓપીડીમાં પણ તમામ પ્રકારની સેવાઓ આપે છે. આજે આ આરોગ્યના કર્મચારીઓ કોરોના સામેના યુધ્ધમાં દિવસ રાત પોતાની ફરજ બજાવે છે.પરંતુ તેમની પાસે નથી માસ્ક,હેન્ડગ્લોવશ કે સેનેટાઈઝર જેના પગલે તેઓ પોતાનું રક્ષણ કરી શકે. આમ હાલ આ આરોગ્યના કર્મચારીઓ ભગવાન ભરોશે કામ કરી રહ્યાં છે. સંજયસિંહ રાઉલજીએ તંત્રને અપીલ કરી છે કે, આવશ્યક વસ્તુઓનો પુરતો સ્ટોક દરેક પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર આપવામાં આવે જેથી કરીને આરોગ્યના કર્મચારીઓ તેનો ઉપયોગ કરી શકે.

આરોગ્યના કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દિવસ રાત ફિલ્ડમાં ફરીને પણ કામ કરીએ છીએ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 10 જેટલા માસ્ક આપવામાં આવ્યાં છે. આ માસ્ક વધુમાં વધુ 3 કલાક ચાલી શકે તેવા હોય છે. ત્યારે અમારે કોરોના વાઈરસના દર્દીઓ સાથે સતત સંપર્કમાં આવવાનું થતું હોવાથી માસ્કનો જથ્થો યોગ્ય પ્રમાણમાં મળે તે જરૂરી છે.

આરોગ્ય કેન્દ્રોમાં 10 માસ્ક અપાયા, જે 3 કલાક જ ચાલે તેવા છે

જિલ્લાના આરોગ્ય તંત્રમાં માસ્ક, હેન્ડ ગ્લોવસ અને સેનિટાઈઝરની અછત
અન્ય સમાચારો પણ છે...