તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયમંદિરને બચાવવા 70 વેપારી મંડળો અાંદોલન કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ન્યાયમંદિરને પોલીસ વિભાગને આપવાની હિલચાલ સામે શહેરમાં સૌથી મોટો વિરોધ વેપારી આલમમાં ફેલાયો છે. શહેર અને ખાસ કરીને વિશ્વામિત્રી નદીના પૂર્વ ભાગમાં આવેલા 70 જેટલા વેપારીઓ એસોસિયેશન તેનો વિરોધ કરશે. કારણ કે, તેમના મતે આ વિસ્તારમાં પોલીસ આવવાથી અવ્યવસ્થા સર્જાય તો સૌથી મોટા ભોગ આ વિસ્તારના વેપારીઓને જ બનવું પડે એમ છે. આ ઉપરાંત ટ્રાફિક વધી જતાં અને તેને લીધે અવાજનું તથા હવાનું પ્રદુષણ પણ વધતાં સૌથી વધુ ભોગ વેપારીઓ બનશે. આ વિશે વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના સંયોજક પરેશ પરીખે જણાવ્યું કે, ન્યાયમંદિરના મ્યુઝિયમ સિવાયના કોઇ પણ ઉપયોગનો અમે વિરોધ કરીએ છીએ. અમને પોલીસનો વિરોધ નથી. ન્યાયમંદિરની આસપાસના 70 વેપારીઓ એસોસિયેશન સાથે 20 હજાર વેપારીઓ છે. અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને આવેદનપત્ર આપીશું. અમારી લડતમાં પશ્ચિમ વડોદરાના વેપારીઓને પણ આવરી લેવાનું વિચારી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો