તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News 70 Thousand Stolen From The Closed House Of Meghna Society Of Manjalpur 081051

માંજલપુરની મેઘના સોસાયટીના બંધ ઘરમાંથી 70 હજારની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના માંજલપુર વિસ્તારમાં મેઘના સોસાયટીમાં રહેતા વૃદ્ધ મેડિકલ ટ્રીટમેન્ટ માટે દિલ્હી ગુડગાંવ ગયા ત્યારે તેમના બંધ મકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના સહિત 70 હજારની મતાની ચોરી કરી હતી.

મેઘના સોસાયટીમાં રહેતા 60 વર્ષીય મનોહરભાઇ પ્રભાકર દિક્ષીત ગત 5 સપ્ટેમ્બરે સાંજે મકાન બંધ કરી મેડિકલ ટ્રીટમેન્ટ માટે પત્ની સાથે પ્લેન દ્વારા દિલ્હી ગુડગાંવ ગયા હતા. ત્યારબાદ 21 સપ્ટેમ્બરે સોસાયટીના પ્રમુખે તેમને ફોન કરી તેમના બંધ મકાનમાં ચોરી થયેલી હોવાનું જણાવ્યું હતું, જેથી મનોહર દિક્ષીત 26સપ્ટેમ્બરે ઘેર પરત આવ્યા હતા. તેમણે તપાસ કરતાં તસ્કરો મકાનની પાછળના ભાગની લોખંડની જાળીને લગાવેલું તાળું અને નકૂચો તોડીને મકાનમાં પ્રવેશ્યા બાદ બેડરૂમમાં રહેલ લાકડાના કબાટમાંથી ભગવાનની પૂજાનો ચાંદીનો સામાન તથા ચાંદીના સિક્કા, સોનાનું મંગળસૂત્ર અને એક જોડ બુટ્ટી તથા 35 હજાર રોકડા અને કંપનીનું આઇકાર્ડ તથા એક્ટિવા તથા ઇકો ફોર્ડ કારની આરસી બુકની ચોરી કરી હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...