તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકતંત્રનું વટવૃક્ષ / કોઠી પાસે 7 કલાકારોએ 6 કલાકમાં 70 બાય 30 ફૂટની 3ડી પેન્ટિંગ બનાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાન જાગૃતિ અભિયાન હેઠળ શહેરના કોઠી ચાર રસ્તા પર શહેરના 7 કલાકરો દ્વારા 6 કલાકની મહેનત બાદ લોકતંત્રના વટવૃક્ષને મતદાનથી હર્યુભર્યુ રાખી શકાય તેવા પ્રેરણા સંદેશ સાથે એક વૃક્ષનું 3ડી ચિત્ર બનાવ્યું છે. આ ચીત્રમાં ચાર ભાષામાં મત શબ્દનું ચિત્રાંકન પણ કરવામાં આવ્યું છે. 15 એપ્રીલના રોજ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલે આ 3ડી પેન્ટિંગને નિહાળ્યું હતું. જ્યારે કોઠી કચેરીએ લોકસભા ચૂંટણીઓના આયોજનનું મુખ્ય અને મધ્યસ્થ કેન્દ્ર છે. આ સ્થળની રોજેરોજ હજારો લોકો મુલાકાત લેતા હોય ત્યારે 23 એપ્રિલના રોજ અચૂક મતદાન કરવાની પ્રેરણા આ 3ડી પેન્ટિંગ મારફતે મળી રહે તે આશય થી આ પેન્ટીંગને તૈયાર કરાયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...