27,535 યુવાઓ સહિત 66,042 મતદારો વધ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રે શહેર-જિલ્લાની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં 18 થી 19 વર્ષની ઉંમરના નવા 27,535 સહિત કુલ 66,042 મતદારો ઉમેરાયા છે. જ્યારે અરજીના આધારે 13,407 મતદારોના નામો કમી કરાયા છે.

કલેક્ટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ જિલ્લા મતદાર યાદીમાં નવા નોંધાયેલા સહિત યુવા મતદારોની સંખ્યા 43,056 થઈ છે.ઝૂંબેશ દરમિયાન 30,945 મતદારોની અરજીના આધારે તેમના નામ, તસવીર કે અન્ય બાબતોમાં સુધારા કરાયા છે. ડિસેમ્બર-2019ની 16મી તારીખે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરાઈ ત્યારે જિલ્લાની મતદાર યાદીમાં કુલ 24,05,657 મતદારો નોંધાયેલા હતા. સુધારણાની કામગીરી બાદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા વધીને 24,71,699 થઈ છે.હાલની સ્થિતિએ વડોદરા જિલ્લાની મતદાર યાદીમાં 12,69,154 પુરુષો અને 12,02,345 સ્ત્રીઓ તેમજ 200 અન્ય મળી કુલ 24,71,699 મતદારો નોંધાયેલા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ 2020માં જિલ્લાની વસ્તી 35.74 લાખનો અંદાજ મૂકાયો હતો. તેની સામે 24.71 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. એટલે વસ્તી અને મતદાર સંખ્યાનો ગુણોત્તર એટલે કે 69.16 ટકા જેટલો ઊંચો છે.

જિલ્લામાં મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ પૂરો

અન્ય સમાચારો પણ છે...