તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલકનું ટેમ્પો સાથે અપહરણ કરી 2 લાખની ખંડણી માંગનારા 6 ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
2 લાખની ઉઘરાણીના મુદ્દે છ શખ્સોએ હાઇવે પર છોટા હાથી ટેમ્પો લઇને જઇ રહેલા 2 ડ્રાઇવરોનું માર મારીને અપહરણ કર્યા બાદ એક ડ્રાઇવરને છોડી દઇ બીજા ડ્રાઇવરનું ટેમ્પા સાથે અપહરણ કર્યું હતું અને ટેમ્પાના માલિક પાસેથી 2 લાખની ખંડણી માગી હતી. જોકે ટેમ્પા માલિકે મોડી રાત્રે પોલીસને જાણ કરતાં પોલીસે વાઘોડિયામાંથી અપહરણકારોને ઝડપી લીધા હતા અને ટેમ્પા ચાલકને મુકત કરાવ્યો હતો.

ફિલ્મી ઢબે બનેલા બનાવની વિગતો મુજબ રાજસ્થાનનાે બદ્રીલાલ રામલાલ જાટ દોઢ માસ પહેલાં કરજણ રહેતો હતો અને છોટાહાથી ટેમ્પોમાં આઇસક્રીમ વેચવાની બોડી બનાવી ધાવટ ચોકડી ખાતે આઇસક્રીમ વેચતો હતો. જોકે પારિવારિક સંજોગોના કારણે તેણે વતનમાં જવાનું નક્કી કર્યું હતું અને સુરેશગીરી નામના વ્યક્તતીને આઇસક્રીમ બનાવવાનો સામાન અને ટેમ્પો 5 લાખમાં વેચ્યો હતો.જોકે ટેમ્પાની જરૂર પડતાં બદ્રીલાલ 25 તારીખે સુરેશ પાસે ટેમ્પો લેવા આવ્યો હતો. સોમવારે રાત્રે 10 વાગે કરજણથી ટેમ્પો લઇને ડ્રાઇવરો હાઇવે પર તેમની પાછળ આવતા હતા અને બદ્રીલાલ કારમાં આવતા હતા ત્યારે કનૈયાલાલે ફોન કરીને બદ્રીલાલને જણાવ્યું હતું કે કપુરાઇ ચોકડીથી વાઘોડિયા બ્રિજ વચ્ચે સફેદ કલરની આવેલ મારુતિવાન માંથી ઉતરેલા 6 શખ્સોએ તેમને રસ્તામાં રોકીને માર માર્યા બાદ રમેશ જાટને ટેમ્પામાંથી ઉતારી તેને ટેમ્પા સાથે વાઘોડિયા ગામ તરફ લઇ ગયા છે.ત્યારબાદ રાત્રે દોઢ વાગે સોહનલાલ લાલુરામ જાટે બદ્રીલાલને ફોન કરી ડ્રાઇ‌વર કનૈયાલાલ અને ટેમ્પો જોઇતો હોય તો વાઘોડિયા ચોકડી આવી 2 લાખ આપી જાવ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બીજી વખત પણ સોહનલાલે ફોન કરી ધમકી આપી 2 લાખ આપી જવા જણાવ્યું હતું, જેથી ગભરાયેલા બદ્રીલાલે પોલીસ કન્ટ્રોલ ને ફોન કરતાં પોલીસ સક્રિય થઇ મોડી રાત્રે વાઘોડિયામાં દરોડો પાડી 6 અપહરણકારોને ઝડપી ટેમ્પા ચાલકને મુક્ત કરાવ્યો હતો.

અપહરણકારો સૂતા હતા અને પોલીસ ત્રાટકી
જ્યારે બનાવ બન્યો ત્યારે પાણીગેટ પોલીસનો ચાર્જ સિટી પીઆઇ ડી.જે.સોસા પાસે હતો.બદ્રીલાલની ફરિયાદના આધારે તેમણે તપાસ શરૂ કરતાં આ શખ્સો વાઘોડિયામાં રહેતા અન્ય એક રાજસ્થાનના અને આઇસક્રીમ વેચતા શખ્સના મકાનમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વાઘોડિયામાં તપાસ કરી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે અપહરણકારો જ્યાં છુપાયા હતા તે મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે તમામ 6 અપહરણકારો ઊંઘતા હતા. પોલીસે અપહરણકારો સોહન લાલુરામ જાટ, કિશનસિંગ બાગસિંગ રાજપૂત, શ્યામગિરી નંદગીરી ગોસ્વામી, રામસિંગ શિવસિંગ ચુડાવત, મુકેશલાલ કિશનદાસ વૈષ્ણવ અને રમેશ લાલુરામ જાટને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો