તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઇનીઝ દોરી અને ગુબ્બારાના જથ્થા સાથે 5 શખ્સની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના બાવામાનપુરા ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સને પીસીબીની ટીમે 3200 નંગ ચાઇનીઝ ગુબ્બારા અને 21 નંગ ચાઇનીઝ રીલ સાથે ઝડપી લીધો હતો . આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં પણ ચાઇનીઝ દોરી અને ગુબ્બારા વેચતા 4 જણાને પોલીસે ઝડપી લીધા હતા.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે બાવામાનપુરા ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતો બશીર અહેમદ ગુલામ કાજી ચાઇનીઝ ગુબ્બારા અને દોરીનો જથ્થો રાખે છે, જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. તેની પાસેથી 3200 નંગ ચાઇનીઝ ગુબ્બારા અને 21 નંગ ચાઇનીઝ દોરીનાં રીલ મળી આવ્યાં હતાં. પોલીસે તેની પાસેથી 51150 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી તરફ પોલીસે દાલિયાવાડી નાકા પાસેથી 5 નંગ ચાઇનીઝ દોરા સાથે ઉષા ગોપાલ ચુનારાને ઝડપી લીધી હતી, જ્યારે ફાજલપુર અનગઢ રોડ પરથી પણ મહિપાલસિંહ વિક્રમસિંગ ગોહિલ અને લાલજી લક્ષ્મણ ગોહિલને ચાઇનીઝ દોરાની 6 રીલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ગેંડી ગેંડ રોડ પર પણ લોખંડવાલા બિલ્ડિંગની ફુટપાથ પરથી મોહમદ યુનુસ ગુલામ હુસેન કાગદીવાલાને 8 નંગ ચાઇનીઝ ગુબ્બારા સાથે ઝડપી લીધો હતો.પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો