તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5માંથી 3 નવજાતને પ્રથમ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવતું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂડ-ન્યુટ્રિશયન વિભાગ, પીડિએટ્રિક વિભાગ SSG દ્વારા પ્રિવેન્શન એન્ડ સોશિયલ મેડિસીનનો વર્કશોપ યોજાયો

Awareness Training

સિટી રિપોર્ટર | વડોદરા

તાજેતરમાં કરવામાં આવેલા રીસર્ચ અનુસાર વડોદરા શહેરની 131 હોસ્પિટલમાંથી ફક્ત 11 ટકા હોસ્પિટલ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ છે. દર 5માંથી 3 શિશુને પ્રથમ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવતું નથી. ઉપરાંત દર 2 મહિલાઓમાંથી 1 મહિલા પ્રથમ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ કરાવતી નથી. દરેક શિશુ માટે માતાનું પ્રથમ દૂધ વેક્સિન સમાન હોય છે પરંતુ વર્ષોથી ચાલી આવતી કેટલીક માન્યતાઓના કારણે બ્રેસ્ટફીડિંગ અંગે જાગૃતતા ફેલાવવી પડે તેમ છે. તેમ ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રિશયન, ડીપાર્ટમેન્ટ ઓફ પીડિએટ્રિક, એસએસજી, ડીપાર્ટમેન્ટ ઓફ ગાયનેકોલોજી અને ડીપાર્ટમેન્ટ પ્રિવેન્શન એન્ડ સોશિયલ મેડિસીનના વર્કશોપમાં ડૉ. વનિશા નામ્બિયારે જણાવ્યું હતું. જેમાં શહેરના નર્સિંગ હોમની 50 કરતા વધુ નર્સ ઉપસ્થિત રહી હતી.

સહકાર વિના સ્તનપાન જાગૃતિ શક્ય નથી
કુટુંબના સભ્યોના સહકાર વગર સ્તનપાન અંગે જાગૃતતા ફેલાઇ શકતા નથી. જ્યારે સિઝેરીયન થાય ત્યારે પરિવારજનો ફરિયાદ કરે કે માતા તો બેભાન છે તો બાળકને બ્રેસ્ટફીડિંગ કેવી રીતે કરાવવું? માતા એ સમયે બેભાન હોય છે, બાળક ભાનમાં હોય છે. બાળકને માતાના ખોળામાં મુકી દેવાય તો તે જાતે સ્તનપાન કરશે.

બેબીફ્રેન્ડલી હોસ્પિટલ એટલે શુંω?
બ્રેસ્ટફીડિંગ પોલિસીને લખીને રાખવી, રોજ સ્ટાફ સાથે ચર્ચા કરવી. પોલિસીનું અમલીકરણ કરવું તે અંગેની તાલીમ સ્ટાફ મેમ્બરને આપવી. ફાયદા અને તેના મેનેજમેન્ટની માહિતી ગર્ભવતીને આપવી. બાળકના જન્મના પ્રથમ કલાકમાં જ બ્રેસ્ટફીડિંગ કરાવવામાં માતાને મદદ કરવી. બ્રેસ્ટફીડિંગ કેવી રીતે કરાવવું તે માતાને શીખવવું, કોઇ કેસમાં નવજાત માતાથી દુર હોય તો કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરવો તે શીખવવું. બાળકને બ્રેસ્ટ મિલ્ક સિવાય પાણી કે ખોરાક આપવો નહિ. માતા-શિશુ સાથે 24 કલાક રહે તેવી સુવિધા આપવી. બ્રેસ્ટફીડિંગ માટે કૃત્રિમ કે અન્ય નીપલનો વપરાશ ન કરવો. આ નિયમોનું પાલન થાય તેને બેબીફ્રેન્ડલી હોસ્પિટલ કહેવામાં આવે છે.

72 ટકા મહિલા દૂધનો પાઉડર પીવડાવે છે
રીસર્ચમાં હોસ્પિટલની સાથેે જોડાયેલી દવાની દુકાનોનું રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતુ કે 72 ટકા ફાર્માસિસ્ટ દૂધના પાઉડરનો ઉપયોગ કરે છે. લેક્ટેશન કાઉન્સિલર 43 ટકા હોસ્પિટલમાં નથી. જેને કારણે પરિવારજનો પતાસાનું પાણી, મધ અને પવિત્ર પાણી આપે છે જે યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...