તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News 45 In Jhari Some Vadodara Is Bought From Some Foreign Countries From 400 Grams To 12 Kilo Zari Collection Is Atul Shah Near 040553

45 ઝારીમાં કેટલીક વડોદરા તો કેટલીક વિદેશથી ખરીદી છે 400 ગ્રામથી 12 કિલોની ઝારીનું કલેક્શન છે અતુલ શાહ પાસે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રાસ સહિતની વિવિધ પ્રકારની મેટલથી બની છે વિવિધ ઉપયોગમાં લેવાતી ઝારી
આ નાની ગૌમુખી ઝારી છે જે એસેમ્બલ થાય તેવી છે. આ ઝારી વડોદરામાંથી ખરીદવામાં આવેલ છે. જેનું વજન 300 ગ્રામ છે. આ ગૌમુખી ઝારી 250 વર્ષ જુની છે. તાંબાની આ ગૌમુખી ઝારી દેખાવમાં નાની છે હોવા છતાં સુંદર છે. જ્યારે જળાભિષેક કરવાનો હોય ત્યારે ઉપરના પાર્ટને અલગ કરીને જળ ચઢાવી શકાય છે.

મટકા આકારની ઝારી કલકત્તાની છે. જેનો ઉપયોગ ગંગાસાગર મહાદેવના મંદિરમાં અભિષેક કરવા થતો હતો. જે પાણી વધે એ પ્રસાદ તરીકે વહેંચાતું. આ 125 વર્ષ જુની છે. આકાર માટલાં જેવો છે જેનું વજન 2 કિલો છે.

તેજલ પ્રજાપતિ . વડોદરા | શહેરના અતુલભાઇ શાહને વિવિધ અવનવી વસ્તુઓનું કલેક્શન કરવાનો શોખ છે. અતુલભાઇ પોટ, ઝારી, ગાંધીજીને લગતી વસ્તુઓ તેમજ હેન્ડક્રાફ્ટેડ વસ્તુઓનું કલેક્શન કરે છે. તેમણે 45 જેટલી અવનવી ઝારીઓનું કલેક્શન કરેલ છે જેમાં કલકત્તા, બનારસ, હૈદરાબાદ, ગુજરાત, ઝારખંડની ઝારી છે આ ઝારી જૈન સંપ્રદાયને લગતી, ઇસ્લામિક સ્ટાઇલની, વૈષ્ણવપંથી અલગ-અલગ પ્રકારની અને બંગાળી સ્ટાઇલની ઝારી છે. આ ઝારીનો ઉપયોગ દેવોને જળાભિષેક કરવા, ધાર્મિક વિધિ કરવા માટે ઝારીનો ઉપયોગ થાય છે.

આ ઝારી એન્ટીક છે જેને ગૌમુખી ગંગાજળી ઝારી કહેવામાં આવે છે. ઝારીનો આકાર ગાય જેવો જ લાગે છે. આ ઝારી બનારસની છે. 25 વર્ષ જુની ઝારીનું વજન 12 કિલો છે. બ્રાસાની ઝારી પર નક્શીકામ કરેલ છે. જળાભિષેક કરવા ઉપયોગ કરી શકાય છે.

150 વર્ષ જૂની આ ઝારી આગાખાન સંપ્રદાયના લોકો પોતાના ઉપયોગમાં લેતા હતા. આ ઝારીની ખરીદી વડોદરામાંથી જ કરવામાં આ‌વી છે. જેનું વજન 400 ગ્રામ છે. જે વિશેષ મટિરીયલમાંથી બની છે.

આ ઝારી ઇસ્લામિક સ્ટાઇલની ઝારી છે. આ ઝારી હૈદરાબાદની છે તેમજ ઝારી ઉપર મુસ્લિમ સંપ્રદાયમાં ડિઝાનની કોતરણી હોય છે તેના જેવી કોતરણી કરવામાં આવી છે. આ ઝારીનું વજન 1 કિલો છે તે ઉપરાંત 100 વર્ષ જુની ઇસ્લામિક સ્ટાઇલની ઝારી તાંબાની બનેલી છે.

આ ઝારી

ઇસ્લામિક સ્ટાઇલની

છે જે ઝારખંડમાં બનેલી

છે. તેનું વજન અઢીકિલો

છે. આ ઝારી લગભગ 200 વર્ષ જુની છે, જેમાં ફુલ અને પાંદડાની કોતરણી કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...