તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલમાંથી ઝડપાયેલા મોબાઇલ ફોન પ્રકરણમાં વધુ 4 આરોપીની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરની મધ્યસ્થ જેલમાં મળી આવેલા મોબાઇલ ફોન પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 4 કેદીની જેલમાંથી કસ્ટડી કરી ધરપકડ કરી હતી. કેદીઓએ કોને કોને ફોન કર્યા હતા તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 9 અને 17 ડિસેમ્બરના રોજ જેલમાંથી ઝડપાયેલા 6 મોબાઇલના કેસમાં ગોધરાકાંડના આરોપી સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરી તેમની ઉંડી પુછપરછ શરુ કરી હતી. જેલમાંથી મોબાઇલ ફોન મળવાના કિસ્સાઓમાં વધારો થતાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી. દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ફોન પ્રકરણમાં જેલમાં રહેલા આસીફ ઉર્ફે તીતલી સલીમ શેખ, મયુર માનાજીરાવ ગાયકવાડ, અબ્દુલ ઉર્ફે મુન્નો થમ્પ્સઅપ રહેમાન શેખ અને અશોક ઘેલા વાઘેલાની જેલમાંથી કસ્ટડી મેળવી ધરપકડ કરી હતી. ચારેય કેદીની વિવિધ મુદ્દા પર પુછપરછ કરીને પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો