તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News 39vayu39 And Today39s India Pakistan Match Are In Constant Social Media 074508

‘વાયુ’ અને આજની ભારત-પાક મેચ સતત સોશિયલ મીડિયામાં છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટનાઓ ત્રણ મુખ હતી આ અઠવાડિયે, જેમણે સોશિયલ મીડિયા સતત કાર્યરત રાખ્યું. મેસેજ અને નોટીફીકેશન ઘડીકવાર માટે પણ બંધ ના રહ્યા. વાયુ નામનું સાઈકલોન આવીને ગુજરાતને ધ્રુજાવી ગયું, અથવાતો એમ કહીએ તો ચાલે કે કાઠીયાવાડમાં તો થોડોક પરચો બતાવતું પણ ગયું.

સોમનાથનો નાથ જે વિનાશ કરવા પોતે સક્ષમ છે એને પણ આ વાયુ એ ના છોડ્યો. સોશિયલ મીડિયા પર એક લિંક ફરતી હતી જેનાથી વાવાઝોડાની હમણાંની લાઈવ સિચ્યુએશન જોઈ શકાય, ભગવાન જાણે સાચું બતાવતું હતું કે ખોટું? એની સાથે સાથે કાઠીયાવાડીઓએ તો રમુજ કરવામાં પણ કંઈ બાકી નહોતું રાખ્યું. જેમકે જુઓને “આવતા બે દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જીવનજરૂરી હોય તેવી વસ્તુઓ હાથવગી રાખવી.. (કાચી 35. મૂખવાસ, ચૂનો, મિરાઝ, વિમલ, રજનીગંધા, અને કુબેર)” આવા આવા રમુજ વોટ્સ એપ અને ફેસબુક પર ટ્રોલ થતા રહ્યા. છેલ્લે લગભગ ગુરુવારે એવી ખબર આવી કે ભાઈ વાયુએ ગુજરાતથી ડરીને દિશા બદલી નાખી છે અને પાકિસ્તાન સામે ગયું છે. અરે સાચેજ, વોટ્સએપ પર તો આવી જ ખબર હતી, પછી આગળ ખબર નથી શું થયું.

બીજી બાજુ ક્રિકેટનો વર્લ્ડકપ ચાલી રહ્યો છે ને ઇન્ડિયાની ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. સ્વાભાવિક છે કે ક્રિકેટ પ્રેમીઓ જબરદસ્ત નારાજ તો થવાના, અને આ નારાજગી પ્રગટ કરવા સોશિયલ મિડીયાનો સહારો લીધો.

જુઓ, આજે જે રમાવાની છે પાકિસ્તાન સામે એની માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એક વાર પાકિસ્તાનને હરાવી દઈએ પછી ગમે તેટલો વરસે પણ હમણાં ખમ્મા કરજે મારા બાપ. એક મેસેજ તો એવો પણ ફરે છે કે જો વરસાદ આવે તો ઈંગ્લીશ સ્પીકિંગની મેચ રમાડીને પણ પાકિસ્તાનને તો હરાવવું જ પડશે. આમતો આ ઇંગ્લેન્ડમાં અત્યારસુધી ચાર મેચ રદ થઇ ચુકી છે તો ત્યાં વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટ રમાડવી જોઈએ ખરી એજ મારો તો પ્રશ્ન છે.

Web barodian
રોહિત પ્રજાપતિ

ભારત-પાકની મેચમાં વરસાદ ન પડે તે વિનંતી
અન્ય સમાચારો પણ છે...