તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ઇન્ડિયન મ્યુઝિક ફ્રોમ વેસ્ટ’ : UKના કલાકારોએ ભારતીય સંગીત પીરસ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના વોકલ ડીપાર્ટમેન્ટ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ઇન્ડિયન મ્યુઝિક ફ્રોમ વેસ્ટ’ થીમ પર યોજાયેલ મ્યુઝિકલ ઇવેન્ટમાં સ્ટેફર્ડ યુનિવર્સિટીના પ્રો. જ્હોન બોલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તબલાવાદક કેનહેમ વિલીયમ્સ, ફ્લુટ આર્ટિસ્ટ મેનોન મેક્કે, બેન્જો આર્ટિસ્ટ કાટે ગ્રિફીન, આઇરિટ ફ્લુટવાદક ફોર્ડ કોલિયરે મ્યુઝિકલ પર્ફોમન્સ આપ્યું હતું. પ્રો. જ્હોન બોલે પોતાના વિશે વાત કરતા જણાવ્યું હતુ કે મને નાનપણથી મ્યુઝિક વિશે જાણવાની ઇચ્છા હતી. હું બેઝ પ્લેયર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ મને ઇન્ડિયન મ્યુઝિકમાં રસ પડ્યો હતો. આથી તબલા કંઇક અંશે બેઝ જેવા હોવાથી તબલા શીખવાની શરૂઆત કરી હતી. તબલાના તાલ મને હંમેશા ફાસ્ટ, એનર્જેટીક અને આકર્ષક લાગ્યા છે. ઉપરાંત મને સંતુર વાધ્ય પણ ખુબ ગમે છે તેનો તાલ મને મીઠો મધુર લાગે છે.

Indian Music

MSUના ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના વોકલ ડીપાર્ટમેન્ટ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય વાદ્યો શીખવા અઘરા છે : લંડનમાં ઇન્ડિયન મ્યુઝિકના વિદ્યાર્થીઓ વધી રહ્યા છે
મ્યુઝિકથી હંમેશા વાતાવરણ સારૂ બને છે. ભારતીય વાદ્યો શીખવા અઘરા છે પરંતુ જો ડેડીકેશનથી શીખવામાં આવે તો શીખવા સરળ છે. પહેલાના સમયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘણા ઓછા હતા. પરંતુ ભારતીય સંગીત શાસ્ત્ર ઘણું વૈવિધ્યસભર છે. આથી લોકોની જાણવાની ઉત્કંઠા વધે છે. લંડનમાં હવે ઇન્ડિયન મ્યુઝિકના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વધી રહ્યા છે.

ભારતીય શાસ્ત્રીય સંગીત વૈવિધ્યસભર છે
અન્ય સમાચારો પણ છે...