તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘અમને બીજે જગ્યા આપો, અહીં ધંધો નથી’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીબીસ્ટાર રિપોર્ટર | વડોદરા

એક વર્ષ પહેલા છાણી ગામના શાકભાજીવાળાઓને તેમના વર્ષો જૂની જગ્યા પરથી ખસેડવામાં આવિને પાલિકા દ્વારા છાણી બ્રિજ નીચે ઓટલા બનાવી આપવામાં આવ્યાં હતાં. આ માટે પાલિકા દ્વારા ડિપોઝિટ પેટે રૂ.50 હજાર લેવામાં આવ્યાં હતા. જોકે છાણી ગામથી આ જગ્યા દૂર હોવાથી છાણીના લોકો અહીં શાકભાજી લેવા જતાં ન હોવાથી શાકભાજીવાળાઓ પરેશાન થઇ ગયા છે. આ શાકભાજીવાળાઓએ પાલિકાને ગામમાં જ બીજે જગ્યા ફાળવી આપવાની માગણી કરી છે. શાકભાજીવાળાઓનું કહેવું છે કે, ‘ મોટાભાગના વેપારીઓ વ્યાજે નાણા લાવિને શાકભાજીનો ધંધો કરે છે. રૂ.50 હજાર ભરીને 41 જણે ઓટલા લીધા હતા. પણ વેપાર ન થતાં હવે માંડ 23 શાકભાજીવાળા જ આવે છે. બ્રિજ નીચે ચોમાસામાં પાણીની પણ સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...